વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન અનેકવિધ યોજનાકીય લાભો નાગરિકોને મળી રહ્યા છે. અમરેલી જિલ્લાના નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વધાવી લીધી હતી. ગ્રામ્ય વિસ્તારમાં ઘરઆંગણે આવી રહેલા આ રથ મારફતે નાગરિકો વિવિધ બાબતોથી માહિતગાર થઇ માર્ગદર્શન મેળવી રહ્યા છે. પાણિયા ગામે ખેતી વિષયક સાધનો અને તેની ઉપયોગિતાઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું, નાગરિકો તેના ઉપયોગિતામૂલ્ય વિશે વાકેફ થયા અને તેમણે તે પ્રક્રિયાનું નિરિક્ષણ કર્યુ હતુ. મહાનુભાવોએ યોજનાકીય લાભો અને રોજિંદા જીવનમાં તેની ઉપયોગિતા વિશે જણાવ્યું હતુ. વિશેષ વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
અમરેલી જિલ્લાના વિવિધ ગામડાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’

Recent Comments