fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના વિવિધ ગામડાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા

વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ રોજ જિલ્લાના ૯ ગામડાઓના ૬,૯૦૨ નાગરિકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોજનાકીય વિગતો અને માહિતી મેળવ્યા હતા.

        ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ આરોગ્ય કેમ્પમાં ૬,૪૩૫ નાગરિકોએ આરોગ્ય ચકાસણી, ૬,૨૮૬ નાગરિકોએ ટીબીના ટેસ્ટ કરાવ્યા હતા. ‘મારું ભારત’ અંતર્ગત ૩૦ સ્વયંસેવકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે ૫૬ લાભાર્થીનું રજીસ્ટ્રેશન થયું હતું. આ સાથે ૧૬ મહિલાઓ સહિત ૫૨ વિશેષ વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

    ‘મેરી કહાની મેરી ઝુબાની’ના ૩૩ લાભાર્થીઓ હતા. વિવિધ ગામનાં લોકોએ વિકસિત ભારતના સંકલ્પ લીધા હતા. જમીન આરોગ્ય ચકાસણી નિદર્શનનો ૨૭ લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો. પ્રાકૃતિક કૃષિ બાબતે ૯ ખેડૂતોએ માર્ગદર્શન મેળવ્યું હતું. આયુષમાન કાર્ડ, જનધન, પીએમ કિસાન અને જળ જીવન મિશન (હર ઘર જલ)ની સંતૃપ્તિ માટે ૩૨ લાભાર્થીઓને વિગતો આપી યોજનાકીય લાભ પહોંચાડવા કાર્યવાહી કરવામાં આવી. “ખુલ્લામાં શૌચ નહિ” વિચારને આગળ વધારવા માટે ૮ નાગરિકોને માહિતગાર કરી તેમને શૌચાલયની સુવિધાના લાભો મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું. ૧૯ નાગરિકોએ તેમના જમીનને લગતા રેકર્ડસનું ડિજિટલાઇઝેશન કરાવ્યું હતું. ૨૧૫ લાભાર્થીઓએ આયુષમાન કાર્ડ માટેની પ્રક્રિયા કરી હતી અને ૨૫ આયુષમાન કાર્ડનું સ્થળ પર વિતરણ કરવામાં આવ્યું હતું.

       ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના પૂર્વનિર્ધારિત રુટ મુજબ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ સાવરકુંડલા તાલુકામાં તા.૦૧ જાન્યુઆરી, ૨૦૨૪ સુધી પરિભ્રમણ કરશે. અમરેલી તાલુકામાં તા.૨૦ જાન્યુઆરી, ૨૦૨૪ સુધી પરિભ્રમણ કરશે.

     મહત્વનું છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવી કે, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, હર ઘર જલ- જલ જીવન મિશન, દીનદયાલ અંત્યોદય યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નેનો ફર્ટિલાઇઝર યોજના સ્વામિત્વ યોજના, જનધન યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, પ્રાકૃતિક કૃષિ અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ યોજનાઓને આવરી લેવામાં આવી છે. આમ વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા જન કલ્યાણકારી યોજનાઓ આ યાત્રા દ્વારા છેવાડાના પ્રત્યેક માનવી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.

Follow Me:

Related Posts