fbpx
ગુજરાત

અમરેલી જિલ્લાના સાંસદ સંગાથે પાંચેય ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી

ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે ત્યારે અમરેલી જિલ્લો ખેતી નિર્ભર જિલ્લો હોય સાથે ગીર ની શાન ગણાતા સિંહોનો ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં 80 ટકા જેટલી વસ્તી ખેતી સંલગ્ન હોય ત્યારે કેન્દ્રની તથા રાજયની ભાજપ સરકાર દ્વારા અમરેલી જીલ્લાના વિકાસ માટે અઢળક ગ્રાન્ટો અને કામો આપવામાં આવી રહયા છે હાલ આ જીલ્લો વિકાસ તરફ ખુબજ આગળ વધી રહયો છે ત્યારે કેટલાક અમરેલી જીલ્લાના પાયા ના પ્રશ્નો જેવા કે નેશનલ હાઇવે, રેલવે, ફોરેસ્ટ અને પર્યાવરણ, સિંચાઇ અને પાણી જેવા મહત્વના પ્રશ્નોને તાકીદે નિવારણ આવે અને અમરેલી જિલ્લો અમર વેલી બની જાય તેવા ધ્યેય સાથે કામ કરતા સ્વભાવના સરળ અને કામોમાં નિપુણ ગણાતા અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયાની આગેવાનીમાં અમરેલી જીલ્લાના પાંચેય ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા હતા.

અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબદંડક કૌશિક વેકરીયા, સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઇ કસવાલા, હીરાભાઇ સોલંકી, જનકભાઈ તળાવીયા, જે.વી. કાકડીયા આજે દિલ્હી દરબારમાં પહોચ્યા હતા. દિલ્હી દરબારમાં ઉપરાષ્ટ્રપતીશ્રી જગદીપ ધનખડજી તથા લોકસભાના સ્પીકર શ્રી ઓમ બિરલાજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી ત્યાર બાદ આપણા ગુજરાતનું ગૌરવ અને દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહજી સાથે પણ કાયદો અને વ્યવસ્થા બાબતે મુલકાત કરી ચર્ચા વિચારણાઓ કરી હતી. રાષ્ટ્રીય ભાજપા અધ્યક્ષ જે.પી.નડ્ડાજી તેમજ કેન્દ્રીય મંત્રીશ્રી ર્ડા.મનસુખભાઇ માંડવીયા અને ભુપેન્દ્ર યાદવજી સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી વિવિધ પ્રશ્નોની ચર્ચાઓ કરી હતી. જ્યારે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ અને સાંસદ પુરુષોત્તમ રૂપાલા અને ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી સાથે અમરેલી જિલ્લાના વિકાસની રૂપરેખાઓ લઈને જિલ્લાને નવી ઊંચાઈ પર લઈ જવાની નેમ સાથે વિધાનસભાના નાયબ મુખ્યદંડક અને અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશીકભાઈ વેકરીયા, સાવરકુંડલાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, રાજુલાના ધારાસભ્યશ્રી હિરાભાઇ સોલંકી, ધારીના ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા, લાઠીના ધારાસભ્યશ્રી જનકભાઇ તળાવીયાએ સતત બે દિવસથી દિલ્હી દરબારમાં ધામા નાખીને અમરેલીના વિવિધ પ્રશ્નો બાબતે કેન્દ્રીય નેતાઓને મળી રહયા છે તેમ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી.હિરપરાની અખબારી યાદીમાં જણાવ્યું હતું.

Follow Me:

Related Posts