અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરના પ્રાણ પ્રશ્ન એવા બાયપાસ રોડનું આજ રોજ સાંસદ નારણભાઈ કાછડીયા અને જિલ્લા અઘ્યક્ષ કૌશિકભાઈ વેકરીયાના વરદહસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતું.

પ્રાપ્ત વિગતોનુંસાર ગુજરાત સરકાર દ્વારા વર્ષો પહેલા સાવરકુંડલા બાયપાસ રોડનું નિર્માણ કરવામાં આવેલ પરંતુ ભુવા રોડ થી જેસર રોડ વચ્ચે આવેલ ફાટક ઉપર રોડ ઓવર બ્રીજની મંજૂરી પ્રક્રિયામાં થઇ રહેલ વિલંબને લીધે આ બાયપાસ કાર્યરત થઇ શકેલ ન હતો. જેના લીધે સાવરકુંડલા શહેરની મધ્ય માંથી પસાર થતા ભારે વાહનોને લીધે થતી ટ્રાફિક સમસ્યા થી શહેરીજનો અને વેપારીઓને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી હોય, જે બાબતે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા તરફ થી રાજ્ય સરકાર અને રેલ્વે વિભાગમાં કરવામાં આવેલ રજુઆતો અને સતત પ્રયાસોના ફળ સ્વરૂપે રાજ્ય સરકારશ્રી તરફથી કન્સ્ટ્રક્શન ઓફ મિસિંગ લિંક ઓફ સાવરકુંડલા બાયપાસ રોડના કામે રૂ. ૭,૦૫,૬૦,૦૦૦ જેવી માતબર રકમ મંજૂર કરવામાં આવી છે.
આ તકે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા એ જણાવેલ છે કે, રાજ્ય સરકાર તરફ થી મંજુર કરવામાં આવેલ નાણાકીય જોગવાઈ પૈકી રૂ. ૩,૨૯,૭૦,૯૭૩ ના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તરફ થી જંગલ કટિંગ, માટીકામ, જી.એસ.બી., મેટલકામ, હાર્ડ મુરમ, ડી.બી.એમ અને બી.સી. ડામર કામ જેવી કામગીરી કરવામાં આવશે તથા રેલ્વે વિભાગ તરફથી રૂ. ૩,૫૫,૯૯,૮૭૯ ના ખર્ચે ફાટક શીફ્ટીંગનું કામ કરવામાં આવશે. આ કામ પૂર્ણ થયે લોકોની સુખાકારીમાં વધારો થશે અને શહેરની ટ્રાફિક સમસ્યાનું નિવારણ થશે.
આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઇ વીરાણી, જિલ્લા ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાનસુરીયા, શ્રી શરદભાઈ પંડ્યા, સા.કુંડલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી દીપકભાઈ માલાણી, અમરેલી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રી પુનાભાઈ ગજેરા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિપુલભાઈ દૂધાત, સાવરકુંડલા શહેર પ્રમુખ શ્રી પ્રવિણભાઇ સાવજ, સાવરકુંડલા તાલુકા પ્રમુખ શ્રી જીવણલાલ વેકરીયા, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ શ્રી રાજુભાઈ દોશી, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી જયસુખભાઇ નાકરાણી, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ શ્રી લલિતભાઈ બાળધા, ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ ચાવડા, સાવરકુંડલા શહેર મહામંત્રી શ્રી રાજુભાઈ નાગ્રેચા, શ્રી વિજયસિંહ વાઘેલા , સાવરકુંડલા તાલુકા મહામંત્રી શ્રી ચેતનભાઈ માલાણી, શ્રી નીતિનભાઈ નગદિયા, જીલ્લા પંચાયત સભ્યો શ્રી રાહુલભાઈ રાદડિયા, શ્રી લાલભાઈ મોર, શ્રી શરદભાઈ ગૌદાણી, પ્રભારી શ્રી સંજયભાઈ રામાણી, નગર પાલિકા સાશક પક્ષ નેતા શ્રી મેહુલભાઈ ત્રિવેદી, દંડક શ્રી મંજુલાબેન ચિત્રોડા, ચલાલા ન.પા. પૂર્વ પ્રમુખ શ્રી હિંમતભાઈ દોંગા તેમજ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, પદાધિકારીઓ, સરપંચશ્રીઓ, હોદ્દેદારો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments