fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના સાવરકુંડલા સ્થિત શિવ દરબાર આશ્રમ ખાતે મુલાકાત કરતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. મુખ્યમંત્રી શ્રીએ સાવરકુંડલા પંથકમાં ગૌ સેવા માટે વિખ્યાત સ્થાન એવાં શિવ દરબાર આશ્રમની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂજ્ય ઉષા મૈયાને વંદન કરી તેમના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.સાવરકુંડલાના કાનાતળાવ મુકામે શિવ દરબાર આશ્રમ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગૌ શાળા આવેલ છે જ્યાં એક જ ગૌ વંશની ૩૦૦ થી વધુ ગાયોની સેવા કરવામાં આવે છે. શિવ દરબાર આશ્રમ અને ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ગૌશાળા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગૌ માતાને ગોળ ખવડાવી ટ્રસ્ટની ગૌ સેવાલક્ષી પ્રવૃત્તિઓને બિરદાવી હતી. મુખ્યમંત્રી શ્રીએ પૂ.ઉષા મૈયા સાથે ગૌ સેવાલક્ષી પ્રવૃત્તિ અને આશ્રમની વિવિધ પ્રવૃત્તિઓ સહિતની બાબત વિષયક સંવાદ સાધ્યો હતો.

શિવ દરબાર આશ્રમ કાનાતળાવ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત વેળાએ અમરેલી સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી – વડીયા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા, અમદાવાદ ઠકકર બાપા નગર ધારાસભ્ય શ્રી કંચનબેન રાદડિયા, અમરેલી જિલ્લાના ધારાસભ્ય સર્વ શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી હિરાભાઈ સોલંકી, શ્રી જે.વી.કાકડીયા, શ્રી જનકભાઈ તળાવિયા, જિલ્લા કલેકટર શ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, શિવ દરબાર આશ્રમ ગૌ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અધિકારી શ્રીઓ  સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts