અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં માતાના ઠપકાથી માઠું લાગી જતાં આત્મહત્યા કરી
અમરેલી જિલ્લામાં દિવાળીના તહેવારોમાં આત્મહત્યાના બનાવોની વણઝાર સર્જાઈ છે.પાંચ લોકોએ અલગ – અલગ કારણોસર જીવન ટુંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે.સાવરકુંડલા તથા સીમરણમાં માતાના ઠપકાથી માઠું લાગી જતા બે યુવતીઓે જીવન ટુંકાવ્યું હતું.તહેવારમાં વતન જવાની ભાઇએ ના પાડતા યુવાને ગળાફાંસો ખાઇ લેતા મોત થયું હતું.જ્યારે ખાખબાઇ ગામે આર્થિક સંકડામણથી કંટાળી યુવાને જીવ દીધા હતો. બિમારીથી કંટાળી અમરેલીમાં વૃધ્ધે એસિડ પી લેતા મોત થયું હતું. સાવરકુંડલા શહેરના આઝાદ ચોક આડી શેરી વિસ્તારમાં રહેતી ખુશી જગદીશભાઈ વાઢેર નામની ૧૯ વર્ષીય યુવતી તેના ભાઈ મિત સાથે વાત વાતમાં બોલાચાલી કરતી હોવાને કારણે તેના મમ્મી દ્વારા ઠપકો આપતા મનમાં લાગી જવાને કારણે ઘરે એકલી હતી
તે વખતે પોતાની મેળે ચૂંદડી વડે ગળે ફાંસો ખાઇ લેતા તેનું મોત નિપજ્યું હતું.સાવરકુંડલાના સીમરણ ગામની સીમમાં ખેતરમાં મજૂરી કામ કરતા પરિવારની ૩૮ વર્ષીય યુવતી હીરબાઇ કેસરભાઈ વસુનીયાને તેના માતા એ કામ કાજ બાબતે ઠપકો આપતાં માઠુ લાગી જતાં પોતાની મેળે ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સાવરકુંડલાના સિમર ગામે બાબુભાઈ ભોળાભાઈ લિંબાસીયાના ખેતરે મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી ઉસ્તાતભાઈ નિહાલસિંહ વાસુનીયા નામના ૧૮ વર્ષીય યુવક પોતાના વતનમાં જવા માંગતો હતો.
તેને તેના ભાઇે મહેતાબભાઈ નિહાલસિંહ વાસુનીયાએ જવાની ના પાડતા મનમાં લાગી આવતા લીમડાના ઝાડ નીચે ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું. રાજુલા તાલુકાના ખાખબાઈ ગામે રહેતા ભાભલુભાઈ સંગ્રામભાઈ વાઘેલા નામના ૩૬ વર્ષીય યુવાને મજૂરી કામ સરખું મળતું ન હોવાથી અને પોતાના દીકરાનો સંબંધ કરવાનો હોવાને કારણે પોતાની નબળી આથક સ્થિતિથી કંટાળી જઈને ધીરુભાઈ ચકુરભાઈ કલસરિયાની વાડીએ ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું.અમરેલીમાં ગજેરાપરા ધાનાણી મિલ બહાર રહેતા ગોવિંદભાઈ ભગવાનભાઈ પરમાર નામના ૬૦ વર્ષીય વૃધ્ધે ખાંસીની બિમારીથી કંટાળી એસિડ પી લેતા તેનું મોત નિપજ્યું હત.
Recent Comments