અમરેલી જિલ્લાના સાવરકુંડલા ટાઉન તથા ડાંગ જિલ્લાના વઘઇ પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા ૨૮ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલા કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ. પટેલ ની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૬૪/૧૯૯૫, આઇ.પી.સી. કલમ ૨૨૪ તથા ડાંગ જિલ્લાના વઘઇ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૨૭/૧૯૯૫,આઇ.પી.સી. કલમ ૩૨૬, ૫૦૬(૨), ૫૦૪ વિ. મુજબના ગુનાનો આરોપી છેલ્લા ૨૮ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, તેમજ મજકુર લીસ્ટેડ આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે તા.૨૨/૦૯/૨૦૨૩ ના રોજ સાવરકુંડલા ટાઉનમાંથી પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
જાકીરભાઇ ઉર્ફે જીકર કાસમભાઇ મેમણ, ઉ.વ.૮૫, રહે.સાવરકુંડલા, આઝાદચોક, ઓડવાળુ નાકુ, તા.સાવરકુંડલા, જિ.અમરેલી
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અમરેલીયા, તથા પો. કોન્સ. ભાવિન ગીરી ગોસ્વામી, અશોકભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments