fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં તારીખ ૧-૧૦-૨૦૨૩ને રવિવારે સાવરકુંડલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને સાવરકુંડલા તાલુકા (ગ્રામ્ય) શિક્ષક શરાફી મંડળીની સાધારણ સભા

અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મહેન્દ્રભાઈ વિંછીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ.અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં તારીખ ૧/ ૧૦/૨૦૨૩  રવિવારના રોજ સાવરકુંડલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને સાવરકુંડલા તાલુકા( ગ્રામ્ય) શિક્ષક શરાફી મંડળીની સાધારણ સભા અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ વિંછ્યાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી કાર્યક્રમની શરૂઆત સરસવતી વંદના અને સર્વ ધર્મ પ્રાર્થનાથી શરૂ થયેલ ત્યારબાદ સાવરકુંડલા તાલુકાના શિક્ષક સંઘના મહામંત્રી શ્રી અલ્પેશજી જાડેજા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું.

ત્યારબાદ સાવરકુંડલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના વાર્ષિક હિસાબો તથા સંગઠનના કાર્યો વિશે તાલુકા સંઘના પ્રમુખશ્રી ક્રીપાલસિંહ જાડેજાએ આછી  ઝલક આપી કાર્યક્રમના અંતમાં કાર્યક્રમના અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ વિંછીયા દ્વારા આજના યુગમાં સંગઠનની તાકાત તથા વર્તમાન સમયના સાંપ્રત પ્રવાહો જેવી કે જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવા માટે કરવામાં આવેલ પ્રયાસો તથા કરવામાં આવનાર પ્રયાસોની ખૂબ તલસ્પર્શી વિગતો રજૂ કરવામાં આવી આ કાર્યક્રમની સાથે શિક્ષક શરાફી મંડળીના વાર્ષિક હિસાબો વચાણે લીધા હતા તથા સા.કુ.ના તાલુકામાં ચાલતી શિક્ષક કલ્યાણ નિધિ કે જેમાં કોઈ શિક્ષકનું આકસ્મિક અવસાન થાય તો રૂપિયા એક લાખ થી પંદર  લાખ સુધીની તેમના પરિવારને સહાય મળે તેવી વ્યવસ્થા હોવાનું જણાવવામાં આવેલ આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં શિક્ષકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અંતમાં સૌ શિક્ષક મિત્રોએ સાથે ભોજન લઈ છૂટા પડ્યા હતા. તેવી અખબારી યાદી સંઘના ઉપપ્રમુખ શ્રી ગુલઝારભાઈ  રાઠોડ દ્વારા જણાવવામાં આવેલ.

Follow Me:

Related Posts