અમરેલી જિલ્લાના સાવરકુંડલા માં રાત્રિના સમયે એક પીડિત મહિલાએ ૧૮૧ મહિલા અભયમ પર કોલ કરીને જણાવેલ કે તેઓના પતિ વ્યસન કરીને ઘરે આવી મારી સાથે ઝગડો કરી મારા-મારી કરે છે જેથી પીડિતાની આ રજૂઆતને પગલે તુરંતજ ૧૮૧ અભયમની ટીમના કાઉન્સેલર હીનાબેન પરમાર,જીઆરડી કાજલબેન પરમાર તથા જગદિશભાઈ મોરે ઘટના સ્થળ પર પહોંચી પીડિત મહિલાનું કાઉન્સેલીંગ કરતા જાણવા મળેલ કે લગ્નને ૪ વર્ષ થયા છે.તેમજ લગ્નજીવન માં ૨ વર્ષનો દીકરો છે,*તેઓના પતિ જે કામધંધો કરે છે તે વ્યસનમાં પૈસા વેડફી નાખે છે ને ઘરે ગુજરાન માટે પૈસા આપતા નથી તેમજ અવાર-નવાર પતિ વ્યસન કરીને ઘરે આવી વહેમ કરી મારઝૂડ કરે છે તેમજ પીડિતા અને તેઓના સાસુ-સસરા ને ઘર ની બહાર કાઢી મૂકે છે આથી, ટીમ દ્વારા પીડિત મહિલાના પતિને કાયદાકીય માહિતી આપીને તેઓની ફરજ તેમજ જવાબદારી અંગે ભાન કરવી તેઓની ભૂલ નો અહેસાસ કરાવી વ્યસનમુક્તિ કેન્દ્ર અંગે માર્ગદર્શન આપીને મુલાકાત લેવા જણાવેલ તેમજ બંને પતિ-પત્ની વચ્ચેનો સંબધ જળવાઈ રહે તે રીતે સમાધાન કરાવેલ.*જેથી બંન્ને પક્ષનુ સમાધાન થતા પીડિતાએ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો*
અમરેલી જિલ્લાના સાવરકુંડલા માં ઘરકંકાસ થી ત્રસ્ત પીડિતાને વ્હારે ૧૮૧- અભયમની ટીમ પહોંચી

Recent Comments