fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના ૧૧ તાલુકાઓમાં અને ૯ નગરપાલિકા વિસ્તારોમાં સેવાસેતુ કાર્યક્રમો યોજાશે

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના પાંચ વર્ષના સુશાસનની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં તા. ૧ ઓગષ્ટથી ૯ ઓગષ્ટ, ૨૦૨૧ સુધી પાંચ વર્ષ આપણી સરકારના-સૌનો સાથ સૌનો વિકાસ થકી જનભાગીદારી દ્વારા લોકોને જોડીને કોરોનાના સંક્રમણને ધ્યાને રાખીને તમામ SOP ના પાલન સાથે વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. 

રાજ્યવ્યાપી કાર્યક્રમોની શૃંખલાના ભાગરૂપે અમરેલીમાં આજે ૨ જી ઓગસ્ટ એટલે કે સંવેદના દિવસની ઉજવણીમાં અમરેલી ખેડુત તાલીમ કેન્દ્ર ખાતે કેબિનેટ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા ઉપસ્થિત રહેનાર છે. સમગ્ર અમરેલી જિલ્લામાં સેવા સેતૂ કાર્યક્રમોના આયોજન થકી સંવેદના દિન અંતર્ગત વિવિધ જનહિતકારી યોજનાઓના દસ્તાવેજો નાગરિકોને સરળતાથી મળી રહે તે પ્રકારના વિવિધ કાર્યક્રમો યોજાશે. અમરેલી જિલ્લાના ૧૧ તાલુકાઓમાં અને ૯ નગરપાલિકા વિસ્તારોમાં એમ કુલ ૨૦ સેવાસેતુ કાર્યક્રમો યોજાશે.

અમરેલી નગરપાલિકાનો કાર્યક્રમ અમરેલી ખેડુત તાલીમ કેન્દ્ર ખાતે, લાઠી નગરપાલિકાનો કાર્યક્રમ સંઘવી કન્યાશાળા ખાતે, દામનગર નગરપાલિકાનો કાર્યક્રમ વોર્ડ નં. ૨ કન્યાશાળા ખાતે, બાબરા નગરપાલિકાનો કાર્યક્રમ મામલતદાર કચેરી ખાતે, બગસરા નગરપાલિકાનો કાર્યક્રમ મેઘાણી હાઈસ્કુલ ખાતે, રાજુલા નગરપાલિકાનો કાર્યક્રમ તળાવ પાસેની સંઘવી કન્યા શાળા ખાતે, ચલાલા નગરપાલિકાનો કાર્યક્રમ લોહાણા મહાજન વાડી ખાતે, જાફરાબાદ નગરપાલિકાનો કાર્યક્રમ કોળી સમાજની વાડી ખાતે અને સાવરકુંડલા નગરપાલિકાનો કાર્યક્રમ નગરપાલિકા કચેરી ખાતે યોજાશે.

અમરેલી તાલુકાનો કાર્યક્રમ ગ્રામ પંચાયત કચેરી ચિતલ ખાતે, વડિયા તાલુકાનો કાર્યક્રમ એન.કે. વિસાણી વિદ્યાલય જંગર ખાતે, લાઠી તાલુકાનો કાર્યક્રમ પ્રાથમિક શાળા અકાળા ખાતે, બાબરા તાલુકાનો કાર્યક્રમ વાંડળીયા પ્રાથમિક શાળા ખાતે, સાવરકુંડલા તાલુકાનો કાર્યક્રમ વિ.ડી. નગદીયા હાઈસ્કુલ વિજપડી ખાતે, લીલીયા તાલુકાનો કાર્યક્રમ શાંતાબેન કન્યા શાળા લીલીયા ખાતે, ધારી તાલુકાનો કાર્યક્રમ પ્રેમપરા પ્રાથમિક શાળા ખાતે, બગસરા તાલુકાનો કાર્યક્રમ જુની હળીયાદ પ્રાથમિક શાળા ખાતે, ખાંભા તાલુકાનો કાર્યક્રમ ખાંભા તાલુકા પંચાયત કચેરી ખાતે, રાજુલા તાલુકાનો કાર્યક્રમ દાતરડી પ્રાથમિક શાળા ખાતે અને જાફરાબાદ તાલુકાનો કાર્યક્રમ મીતીયાળા પ્રાથમિક શાળા ખાતે યોજાશે. આ સેવાસેતુ કાર્યક્ર્મોનો વધુમાં વધુ લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Follow Me:

Related Posts