અમરેલી જિલ્લાના ૧૫૩ દિવ્યાંગ અને ૮૦+ વય ધરાવતા ૮૯૨ વરિષ્ઠ મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે
વિધાનસભા સામન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમિયાન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ અને વરિષ્ઠ મતદાતાઓનો સંપર્ક કરી તેમને ઘરબેઠા મતદાન માટે આપવામાં આવનારી સુવિધાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. અસક્ષમ હોય તેવા મતદાતાઓ ૧૨ – ડી ફોર્મ ભરી ઘરબેઠા તેના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે. નોંધનીય છે કે, અમરેલી જિલ્લાના ૯૪- ધારી બગસરા વિધાનસભા મતવિસ્તારમાં ૭૦ દિવ્યાંગ મતદાતાઓ અને ૮૦+ વય ધરાવતા ૨૫૭ વરિષ્ઠ નાગરિક મતદાતાઓ છે.
૯૫ – અમરેલી કુંકાવાવ વડીયા વિધાનસભા મતવિસ્તારમાં ૦૮ દિવ્યાંગ મતદાતાઓ અને ૮૦+ વય ધરાવતા ૬૭ વરિષ્ઠ નાગરિક મતદારો છે. ૯૬ – લાઠી બાબરા વિધાનસભા મતવિસ્તારમાં ૨૪ દિવ્યાંગ મતદાતાઓ અને ૮૦+ વય ધરાવતા ૨૫૧ વરિષ્ઠ નાગરિક મતદારો છે. ૯૭ – સાવરકુંડલા લીલીયા વિધાનસભા મતવિસ્તારમાં ૦૪ દિવ્યાંગ મતદાતાઓ અને ૮૦+ વય ધરાવતા ૦૮ વરિષ્ઠ નાગરિક મતદારો છે. ૯૮- રાજુલા જાફરાબાદ વિધાનસભા મતવિસ્તારમાં ૪૭ દિવ્યાંગ મતદાતાઓ અને ૮૦+ વય ધરાવતા ૩૦૯ વરિષ્ઠ નાગરિક મતદારો છે. જિલ્લામાં સૌથી ઓછા દિવ્યાંગ મતદાતાઓ સાવરકુંડલા લીલીયા અને સૌથી વધુ ધારી બગસરા વિધાનસભા મતવિસ્તારમાં નોંધાયા છે.
આ ઉપરાંત ૮૦+ વય ધરાવતા નાગરિકો સૌથી ઓછા સાવરકુંડલા લીલીયા અને સૌથી વધુ અનુક્રમે રાજુલા, ધારી અને લાઠી વિધાનસભા મત વિસ્તારમાં નોંધાયા છે. આમ, વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમિયાન અમરેલી જિલ્લાના ૧૫૩ દિવ્યાંગ અને ૮૦+ વય ધરાવતા ૮૯૨ વરિષ્ઠ નાગરિક મતદાતાઓ દ્વારા તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેમના ૧૨- ડી ફોર્મમાં જરુરી વિગતો ભરી અમરેલી જિલ્લા ચૂંટણી તંત્રને આપવામાં આવી છે, તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી અને દિવ્યાંગ મતદાતા નોડલશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments