fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના ૭૪ ગામોમાં રૂ. ૩૦.૫૨ કરોડના કામોને વહીવટી મંજૂરી અપાઈ

જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની ચાલુ વર્ષની બીજી બેઠક મળી હતી.

આ ઉપરાંત ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. અમરેલી જિલ્લાના ૭૪ ગામોની રૂ. ૩૦.૫૨ કરોડની આંતરિક ગ્રામ્ય પેયજળ યોજનાની વહીવટી મંજુરી આપવામાં આવી હતી તેમજ ૧૩ ગામોની નવા એસઓઆર મુજબ ફેરફાર કરી રૂ. ૬૦.૪૦ લાખની સુધારેલી વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે હાલ ભારત સરકાર દ્વારા જળ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત ૧૦% લોક ભાગીદારી આધારિત યોજના હેઠળ ઘરે ઘરે નળ કનેક્શન આપવાની ઝુંબેશ ચાલુ રહી છે. આગામી દિવસોમાં આ યોજના હેઠળ જિલ્લામાં ૧૦૦% કામો પૂર્ણ થાય એ દિશામાં કાર્યવાહી કરવામાં આવશે

Follow Me:

Related Posts