fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના ૮૪૨ મોબાઇલ ટાવરોમાંથી ૧૧૮ જેટલા અતિ નુકસાનના કારણે અને ૫૨૨ જેટલા લાઈટ ન હોવાના કારણે બંધ

અમરેલી જિલ્લામાં તાઉ’તે વાવાઝોડાના લીધે મોબાઈલના ટાવરોને મોટાપાયે નુકસાન થયું છે. જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાના હાલ કુલ ૮૪૨ મોબાઇલ ટાવરોમાંથી ૧૧૮ જેટલા ટાવર અતિ નુકસાનના કારણે અને ૫૨૨ જેટલા ટાવર લાઈટ ન હોવાના કારણે બંધ છે. આ બાબતે સબંધિત સર્વિસ પ્રોવાઇડરો સાથે સંકલન સાધી તાત્કાલિક નેટવર્ક પુનઃસ્થાપિત કરવા તંત્રની ટીમો સતત ખડેપગે છે.

Follow Me:

Related Posts