અમરેલી

અમરેલી જિલ્લાના ૯૬-લાઠી વિધાનસભા મતવિસ્તારની કલાપી વિનય મંદિરમાં ચિત્ર-મહેંદી સ્પર્ધા યોજાઈ

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાનના મહત્વ સમજાવવા માટે  વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. જિલ્લામાં SVEEP (Systematic Voters’ Education and Electoral Participation) મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લાના ૯૬-લાઠી–બાબરા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ લાઠી તાલુકામાં SVEEP માટેની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.  લાઠી વિધાનસભા મતવિસ્તારની શ્રી કલાપી વિનય મંદિરમાં ચિત્ર-મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મતદાતાઓને મતદાનનું મહત્વ સમજાવી જાગૃત્ત કરવામાં આવ્યા હતા.

Related Posts