fbpx
અમરેલી

અમરેલી જિલ્લાની તમામ આઈટીઆઈમાં પ્રવેશ ફોર્મ ભરવાની અવધિ બીજી ઓગસ્ટ સુધી લંબાવાઈ. રજાના દિવસોમાં પ્રવેશફોર્મ ભરવાની અને સ્વીકારવાની કામગીરી ચાલુ રહેશે

અમરેલી, લાઠી, લીલીયા, બાબરા, વડિયા, કુંકાવાવ, બગસરા, ધારી, સાવરકુંડલા, ખાંભા, રાજુલા અને જાફરાબાદ ખાતે ચાલતા વિવિધ પ્રકારના કોર્ષમાં પ્રવેશ મેળવવા ઓનલાઇન પ્રવેશફોર્મ ભરવાની પ્રક્રિયા તા. ૦૨/૦૮/૨૦૨૧ સુધી  લંબાવવામાં આવેલ છે. ઓનલાઈન પ્રવેશફોર્મ https://itiadmission.gujarat.gov.in અને https://talimrojgar.gujarat.gov.in વેબસાઈટ પર ભરવાનું રહેશે. ઓનલાઈન પ્રવેશફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી તેમાં જે સંસ્થા માટે ફોર્મ ભરવાનું હોય તેની વિગતો ભરી જરૂરી લાયકાતના સ્વપ્રમાણિત પ્રમાણપત્રોની નકલો સાથે આઇટીઆઇ ખાતે રજીસ્ટ્રેશન ફી ભરી પહોંચ મેળવી લેવાની રહેશે. આ કામગીરી રજાના દિવસોમાં પણ ચાલુ રહેશે જેની નોંધ લેવા એક યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts