અમરેલી જિલ્લાની તમામ આઈ.ટી.આઈ ખાતે વિવિધ ટ્રેડમાં બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા તા.૩૦ જુલાઈ,૨૦૨૨થી શરુ કરવામાં આવી છે. આ પ્રવેશ પ્રક્રિયા માટે અંતિમ તા.૭ ઓગસ્ટ, ૨૦૨૨ રહેશે. રજાના દિવસો દરમિયાન પણ પ્રવેશપ્રક્રિયા શરુ રહેશે. રુ.૫૦ રજીસ્ટ્રેશન ફી ઓનલાઈન ભરવાની રહેશે. વધુ માહિતી માટે રુબરુ સંપર્ક કરવો અથવા વેબસાઇટ itiadmission.gujarat.gov.in પર સંપર્ક કરવો એવું ઔદ્યોગિક તાલીમ સંસ્થા, અમરેલીના આચાર્યશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લાની તમામ આઈ.ટી.આઈમાં પ્રવેશ પ્રક્રિયા શરુ

Recent Comments