fbpx
અમરેલી

અમરેલી જિલ્લાની તમામ નગરપાલિકાના પદાધિકારીઓ સાથે બેઠક યોજતા રાજ્યમંત્રી મોરડીયા

પ્રજાજનોને સુવિધા આપવા માટે નગરપાલિકાને મળતી ગ્રાન્ટનો ઉપયોગ કરવા મંત્રીશ્રીએ તાકીદ કરી

અમરેલી ખાતે ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી વિનોદ મોરડીયાએ જિલ્લાની તમામ નગરપાલિકાના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

ઉપસ્થિત પદાધિકારીશ્રીઓને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યની મહાનગરપાલિકાઓમાં જેવી રીતે ઝડપી કામગીરી થાય છે તેવી જ ઝડપી કામગીરી નગરપાલિકા વિસ્તારમાં થાય તેવી તાકીદ કરી હતી. રાજ્ય સરકાર લોકોને સુવિધાઓ આપવાના હેતુથી ઉદારતાથી ગ્રાન્ટની ફાળવણી કરે છે તો નગરપાલિકાને જેટલી પણ ગ્રાન્ટ મળે છે તેનો મહત્તમ ઉપયોગ થાય અને લોકોને સુવિધાઓ સત્વરે મળતી થાય તે દિશામાં કાર્ય કરવા પદાધિકારીઓશ્રીને અનુરોધ કર્યો હતો.

બેઠકમાં પદાધિકારીઓએ મંત્રીશ્રી સમક્ષ પાણીના, ગટરના, કરવેરાની વસુલાત, આવસોના, રોડ રસ્તાના, તળાવ બ્યુટીફિકેશન તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત કરવામાં આવી રહેલી કામગીરી જેવા વિષયો ઉપર સવિસ્તાર ચર્ચા કરી હતી. મંત્રીશ્રીએ બધા પ્રશ્નો સાંભળી પેન્ડીંગ પ્રશ્નોનો તાકીદે નિકાલ કરવા સૂચના આપી હતી.

બેઠકમાં સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, અમરેલી નગરપાલિકાના પ્રમુખ સુશ્રી મનીષાબેન રામાણી, તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ તેમજ અમરેલી જિલ્લાની તમામ નગરપાલિકાઓના પ્રમુખશ્રીઓ અને સભ્યશ્રીઓ સહિતના સર્વે પદાધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts