અમરેલી જિલ્લાની ભાતીગળ પરંપરા દર્શાવતા મતદાન મથકમાં આકર્ષક સજાવટ
લોકશાહીના મહા પર્વ ચૂંટણીમાં નાગરિકોએ મતદાન કરી પોતાનો મતાધિકાર અને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ અદા કરી હતી. અમરેલી જિલ્લામાં ભાતીગળ પરંપરા, દરિયાઇ વિસ્તારમાં દરિયાઇ કાંઠાના જીવનને ઉજાગર કરતું, આદર્શ મતદાન મથક સહિતના મતદાન મથકોએ કરવામાં આવેલી આકર્ષક સજાવટ કરવામાં આવી હતી.
દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો ઉપરાંત મહિલાઓને મતદાન માટે પ્રાથમિકતા મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. લાઠી-બાબરા વિધાનસભા વિસ્તાર હેઠળના બાબરા તાલુકાના વાવડી ગામ ખાતે વરિષ્ઠ નાગરિકે મતદાન માટે ગ્રીન કાર્ડ (લીલી કાપલી)નો ઉપયોગ કરી મતદાન માટે પ્રાથમિકતા મેળવી હતી. ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા અને દિવ્યાંગ નાગરિકોએ વ્હીલચેર અને સહાયકની સુવિધા મેળવી મતદાન કર્યુ હતુ. યુવા મતદારોએ પણ પોતાનો મત આપી રાષ્ટ્ર પ્રત્યેનું કર્તવ્ય અદા કર્યુ હતું.
Recent Comments