અમરેલી

અમરેલી જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે બે મિનિટનું મૌન પાળી વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

મહાત્મા ગાંધીજી નિર્વાણ દિન અને શહિદ દિન નિમિત્તે અમરેલી જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે બે મિનિટનું મૌન પાળીને રાષ્ટ્રપિતા પૂજ્ય ગાંધીજી અને દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર શહીદોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે એ વીર શહીદોની સ્મૃતિમાં અને પૂજ્ય ગાંધીજીના નિર્વાણ દિને આજે સવારે ૧૧ વાગ્યે જિલ્લા મથક સહિત તાલુકા મથકો ખાતેની મામલતદાર કચેરી, વીજ કચેરી અને પંચાયત સહિતની જુદી – જુદી કચેરીઓ ખાતે અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા મૌન પાળવામાં આવ્યું હતું.

Related Posts