અમરેલી જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. જિલ્લામાં તા.૮ થી તા.૧૦ ઓગસ્ટ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ થઈ રહેલી ઉજવણી અંતર્ગત ચિત્ર અને રંગોળી વેશભૂષા વગેરે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળાઓમાં આ ઉજવણીના ભાગરુપે વેશભૂષા સ્પર્ધા, દેશભક્તિની થીમ પર વકતૃત્વ તેમજ રંગોળી સ્પર્ધા જેવા રચાત્મક અને સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યથી દેશભક્તિની જ્યોત પ્રજવલ્લિત થશે. શુક્રવારે જિલ્લાની વિવિધ શાળાઓમાં પારંપારિક વેશભૂષા પહેરીને આવેલા વિદ્યાર્થીઓ દેશભક્તિના રંગે રંગાયા હતા. વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચીને હાથમાં તિરંગો લઈ દેશનો નક્શો બનાવ્યો હતો. આ દિવસો દરમિયાન ઘરે-ઘરે ભારતની આન, બાન અને શાન સમો તિરંગો લહેરાવી અને નાગરિકો દેશભક્તિના પર્વમાં જોડાશે.
અમરેલી જિલ્લાની શાળાઓમાં દેશભક્તિના રંગોઃ વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગા સાથે માનવ સાંકળી રચી દેશનો નક્શો બનાવ્યો

Recent Comments