અમરેલી જિલ્લાની ૧૨ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ)માં પ્રવેશ સત્ર-૨૦૨૪ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાનો છેલ્લો દિવસ તા.૩૦ જૂન,૨૦૨૪ છે. ધો.૧૦ અને ધો.૦૮ પાસ હોય તેવા કોઈ પણ ઉમેદવારે ઓનલાઇન અરજી કરવા માટે જિલ્લાની કોઈ પણ આઈ.ટી.આઈ.નો સંપર્ક કરવો. અમરેલી જિલ્લામાં હાલમાં અમરેલી, લાઠી, લીલીયા, બાબરા, બગસરા, ધારી, કુંકાવાવ, વડિયા, સાવરકુંડલા, ખાંભા, રાજુલા અને જાફરાબાદ એમ ૧૨ સ્થળોએ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) કાર્યરત છે, ત્યાં હેલ્પ સેન્ટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સેન્ટર પરથી ઉમેદવાર સહેલાઈથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના નોડલ અને અમરેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
અમરેલી જિલ્લાની ૧૨ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ મેળવવા તા.૩૦ જૂન સુધી ઓનલાઈન અરજી કરવી

Recent Comments