fbpx
અમરેલી

અમરેલી જિલ્લાની 391 ગ્રામ પંચાયત માટે 70.10 ટકાથી વધુ મતદાન

અમરેલી જિલ્લાની 391 ગ્રામ પંચાયત માટે આજે જિલ્લાભરમા ચુસ્ત બંદાેબસ્ત વચ્ચે શાંતીપુર્ણ રીતે મતદાન યાેજાયુ હતુ. જિલ્લાભરમા 70.10 ટકાથી વધુ મતદારાેએ પાેતાના મતાધિકારનાે ઉપયાેગ કર્યાે હતાે. સાંજના 5 વાગ્યા સુધીમા જ 67.19 ટકા મતદાન થઇ ગયુ હતુ. જનતાએ શું ફેંસલાે આપ્યાે છે તે આવતીકાલે સ્પષ્ટ થઇ જશે.

છેલ્લા અેક પખવાડીયાથી ગ્રામિણ વિસ્તારમા રાજકીય ગરમાવા વચ્ચે ગ્રામ પંચાયતની ચુંટણીનાે માહાેલ જામ્યાે હતાે. આખરે અાજે મતદાન યાેજાતા સાંજના 6 વાગ્યા સુધીમા 70.10 ટકાથી વધુ મતદાન નાેંધાયુ હતુ. જાફરાબાદ તાલુકામા મતદારાેનાે ઉત્સાહ સાૈથી વધારે જાેવા મળ્યાે હતાે. કડકડતી ઠંડી વચ્ચે સવારે 7 વાગ્યે મતદાનનાે આરંભ થયાે હતાે. સરપંચ અને વાેર્ડ મેમ્બરાેને ચુંટવા માટે ગામે ગામ મતદારાેઅે બુથ પર કતાર લગાવી દીધી હતી.

ઉમેદવારાેઅે પણ પાેતાના ટેકેદારાે મતદાન કરે તે માટે હડીયાપાટી કરી હતી. અેકંદરે મતદાન શાંતીપુર્ણ માહાેલમા સંપન્ન થયુ હતુ. કલેકટર કચેરીના સુત્રાેઅે જણાવ્યું હતુ કે સાંજના 5 વાગ્યા સુધીમા 67.19 ટકા મત પડયા હતા. અને ત્યારબાદ પણ એક કલાક સુધી મતદાન ચાલુ રહ્યું હતુ. પાંચ વાગ્યા સુધીમા 6.81 લાખ મતદારાે પૈકી 4.57 લાખ મતદારાેઅે પાેતાના મતાધિકારનાે ઉપયાેગ કર્યાે હતાે. 69.77 ટકા પુરૂષ મતદારાે અને 64.40 ટકા સ્ત્રી મતદારાે મતદાન માટે બહાર અાવ્યા હતા.

ત્યારબાદ માેડી રાત સુધી રીસીવીંગ સેન્ટર પર ચુંટણી ફરજ પરના સ્ટાફ પાસેથી મતપેટીઅાે અને ચુંટણી સાહિત્ય સ્વીકારવાની કામગીરી ચાલી હતી. મતપેટીઅાે સ્ટ્રાેંગરૂમમા સીલ થયા બાદ હવે મંગળવારે ખુલશે. બે ગ્રામ પંચાયતની પેટા ચુંટણીમા પણ 71.11 ટકાથી વધુ મતદાન થયુ છે

Follow Me:

Related Posts