અમરેલી

અમરેલી જિલ્લાનું કુલ વેક્સીનેશન ૭૫% અને બીજા ડોઝનું વેક્સીનેશન ૮૨% થી પણ વધુ

અમરેલી વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં કોરોના પ્રતિરોધક વેકસીન આપવા મેગા વેક્સીનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૦ હજારથી વધુ લોકોને વેક્સીન આપવામાં આવી હતી.

અમરેલી જિલ્લાના મોટા પ્રમાણમાં લોકો જિલ્લાની બહાર એટલે કે અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મહાનગરો તેમજ અન્ય જિલ્લામાં વસવાટ કરતા હોવાથી મત ગણતરીની વસ્તી મુજબ વેક્સીનેશનનો આંકડો ઓછો છે. પરંતુ જો જિલ્લાની બહાર વસવાટ કરતા માઈગ્રેટેડ લોકોને બાદ કરતાં આંકડાઓ પર નજર કરીએ તો જિલ્લામાં ૯૮% લોકોએ પ્રથમ ડોઝ અને ૮૨% લોકોએ બીજો ડોઝ લીધો છે જે પ્રમાણમાં ખૂબ જ સારું વેક્સીનેશન કહી શકાય.

માઈગ્રેટેડ લોકોની સાથેના આંકડાઓ પર નજર કરીએ તો અમરેલી જિલ્લાનું કુલ વેક્સીનેશન ૭૫% અને બીજા ડોઝનું વેક્સીનેશન ૮૨% થી પણ વધુ થયું છે. નોંધનીય છે કે હજુ પણ લોકો વેક્સીનનો ડોઝ લેવામાં ખૂબ જ નિરસતા દાખવે છે. ગઈકાલે જ ખૂબ લાંબા સમયગાળા બાદ અમરેલી જિલ્લામાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. ૬૧ વર્ષીય મહિલા ગત ૨ નવેમ્બરના સુરતથી આવેલા તેમના પુત્રના સંપર્કમાં આવ્યા હતા. જો કે ઘરના તમામ સભ્યોએ કોરોના પ્રતિરોધક રસી લીધેલી હોવાથી કોઈને પણ શંકાસ્પદ લક્ષણો જણાયા ન હતા. આમ દરેક લોકોએ કોરોનાની વેક્સીન લેવી અત્યંત જરૂરી છે.

Related Posts