અમરેલી જિલ્લાને પુન: ધમધમતો કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જિલ્લા વહીવટી તંત્રને કયૉ આદેશો.

રાજુલા–જાફરાબાદની મુલાકાત સમયે મુખ્યમંત્રી તરફથી લેવામાં આવેલ મહત્વના નિણૅયોને સાંસદ નારણભાઈ કાછડીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાનો આવકાર વિજળી ન મળેલ ગામોમાં બોલેરો ગાડીમાં જનરેટર ગોઠવી પાણી પહોંચાડાશે અને જરૂર જણાય ત્યાં ટેન્કર દ્વારા પાણી પહોચાડાશે. જે લોકોનું સ્થળાંતર કરવામાં આવેલ છે, તેઓને તાત્કાલીક ધોરણે કેશડોલ્સ ચુકવવામાં આવશે. મુખ્યમંત્રીએ ગામડાઓમાં તાત્કાલિક વિજળી ચાલુ કરવાના અપાયા આદેશ.
સમગ્ર જિલ્લામાં નુકશાનીનો તાત્કાલીક સવેૅ કરવામાં આવશે – વિજયભાઈ રૂપાણી. ‘તાઉ–તે’ નામના ચક્રવાતે અમરેલી જિલ્લા માં ભારે તારાજી સજેૅલ છે, પરંતુ રાજય સરકાર તરફથી સુચારૂ અને સમયસર આયોજન કરી જાનમાલને નુકશાન ન થાય તે પ્રકારના પગલાઓ લીધેલ હોવાથી ચક્રવાતનું વિકરાળ સ્વરૂપ હોવા છતા પ્રમાણમાં ઓછું નુકશાન થવા પામેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા હવાઈ માગેૅ થયેલ નુકશાનીનું નિરીક્ષણ કરવામાં આવ્યા બાદ આજ રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમરેલી જિલ્લાના અસરગ્રસ્ત રાજુલા–જાફરાબાદ વિસ્તારની રૂબરૂ મુલાકાત કરી થયેલ નુકશાનનો કયાસ મેળવેલ હતો. આ તકે મુખ્યમંત્રીએ અમરેલી જિલ્લાને પુન: ધમધમતો કરવા જિલ્લા વહીવટી તંત્રને જરૂરી આદેશો કયૉ હતા અને મહત્વના નિણૅયો લેવામાં આવેલ હતા.
મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવેલ મુખ્ય નિણૅયોમાં, જિલ્લાના જે ગામોમાં હજુસુધી વિજળી મળવા પામેલ નથી તેવા ગામોમાં બોલેરો ગાડીમાં જનરેટર મુકી, દસ–દસ ગામોનું કલસ્ટર બનાવી પાણી પહોંચાવડામાં આવશે અને જયાં જરૂર જણાય ત્યાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવશે. જે લોકોનું સ્થળાંતર કરવામાં આવેલ છે તેમને તાત્કાલીક ધોરણે કેશડોલ્સ ચુકવવા માં આવશે. જિલ્લામાં ખેતવાડી, બાગાયત, સાગરખેડૂ, રહેણાંક મકાન, દુકાનો, શેડ વગેરે જેવી તમામ બાબતોમાં થયેલ નુકશાનીનો તાત્કાલી સવેૅ કરવામાં આવશે અને ગામડાઓમાં તાત્કાલીક વિજળી પહોંચાડવા પણ મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટી તંત્રને આદેશો કરેલ છે. રાજુલા–જાફરાબાદની મુલાકાત સમયે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તરફથી લેવામાં આવેલ મહત્વના નિણૅયોને સાંસદ નારણભાઈ કાછડીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાએ આવકારેલ છે અને જિલ્લાના લોકો વતી માન. મુખ્યમંત્રીનો આભાર વ્યકત કરેલ છે.
Recent Comments