અમરેલી

અમરેલી જિલ્લાને મેલેરિયા મુકત બનાવવાની કામગીરી શરૂ: ઘેર-ઘેર દવાનો છંટકાવ….

અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ઘરે-ઘરે વાહકજન્ય રોગ નિયંત્રણ સર્વેલન્સ અને સઘન પોરાનાશક કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી ૨૧ માર્ચથી ૧ એપ્રિલ અને ૧૮ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી શરૂ રહેશે. કામગીરી શરૂ થયાના ફક્ત ત્રણ દિવસમાં તંત્ર દ્વારા ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના ૨,૦૮,૧૬૭ ઘરોમાં વાહકજન્ય રોગ અંગે સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. તંત્રના ૪૫૧ સુપરવાઇઝરોની દેખરેખમાં ૩૭૨૩ ટીમો દ્વારા ૨.૦૮ લાખ ઘરોની તપાસ કરી ૩૨૯૮ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.     અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ઘરે-ઘરે વાહકજન્ય રોગ નિયંત્રણ સર્વેલન્સ અને સઘન પોરાનાશક કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી ૨૧ માર્ચથી ૧ એપ્રિલ અને ૧૮ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી શરૂ રહેશે. કામગીરી શરૂ થયાના ફક્ત ત્રણ દિવસમાં તંત્ર દ્વારા ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના ૨,૦૮,૧૬૭ ઘરોમાં વાહકજન્ય રોગ અંગે સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. તંત્રના ૪૫૧ સુપરવાઇઝરોની દેખરેખમાં ૩૭૨૩ ટીમો દ્વારા ૨.૦૮ લાખ ઘરોની તપાસ કરી ૩૨૯૮ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. મચ્છર ઉત્પતિ સ્થાનોની તપાસ કરી મચ્છર ઉત્પતિ નિયંત્રણની કામગીરી જેવી કે, પોરાનાશક દવાનો છંટકાવ, ૭૩૯૫ બિનઉપયોગી પાત્રોનો નાશ કરવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત મકાનની અગાશીમાં પડેલ તમામ પ્રકારના ભંગારનો નિકાલ કરવા અંગે લોકોને સમજણ આપવામાં આવી હતી.

Follow Me:

Related Posts