અમરેલી

અમરેલી જિલ્લાને વધુ બે ધન્વંતરી રથ ફાળવાયા, એક રથ કાર્યરત છે.

અમરેલી જિલ્લાને વધુ બે ધન્વંતરી રથ ફાળવવામાં આવતા જીલ્લા પંચાયત કચેરી ખાતેથી તેનું પ્રસ્થાપન કરવામાં આવ્યુ હતુ. ગુજરાત મકાન અને અન્ય બાંઘકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને EMRI GREEN હેલ્થ સર્વિસ દ્વારા આજરોજ અમરેલી જીલ્લામાં બે નવા ધન્વંતરી આરોગ્ય રથની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રસંગે ડી.ડી.ઓ.શ્રી ગુરવ દિનેશ રમેશ સાહેબ   CDHO ડૉ.આર.એમ.જોષી સાહેબ,EMO ડૉ. સિંગ સાહેબ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી, જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી, જિલ્લા પંચાયત સદસ્યો દ્વારા રીબીન કાપી લીલી ઝંડી આપી રથનું લોકાર્પણ કરવામાં આવ્યુ.

આ પ્રસંગે MHU પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર સમીરભાઈ રાવળ, જીલ્લા બોર્ડ પોગ્રામ મેનેજર કાજલબેન જોષી તથા રાહુલભાઇ સોલંકી અને ધન્વંતરી રથનો તમામ સ્ટાફ હાજર રહેલ હતો. વિશેષ માં આ ધન્વંતરી રથમાં શ્રમિકોને તાવ,બી.પી, સુગર તપાસ કરી વીનામૂલ્યે દવાઓ આપવામાં આવે છે. સાથે બાંઘકામ શ્રમિકોને ઈ-નિર્માણ કાર્ડ , ઈ – શ્રમ કાર્ડ પણ કાઢી આપવામાં આવે છે. આ આરોગ્ય રથમાં એક મેડિકલ ઓફિસર, એક લેબર કાંઉસેલર, એક પેરામેડીકલ, એક લેબ ટેકનીશ્યન સ્ટાફ એક પાઇલોટ મળી કુલ પાંચ સ્ટાફ ફરજ બજાવે છે.

Related Posts