fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં આજના દિવસે છેલ્લા ૩૦ વર્ષમાં સરેરાશ ૬૭૨ મીમી વરસાદ નોંધાયો

અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘરાજાની મહેર થઇ છે. કૃષિ અને પશુપાલન જેનો મુખ્ય વ્યવસાય છે એવા આ જિલ્લાના નાગરિકો માટે વરસાદ સમૃદ્ધિના દ્વાર ખોલી આપે છે. વરસાદનું આગમન થતાં જિલ્લાના ખેડૂતોમાં ખુશીનું મોજુ પ્રસરી ગયું છે.


વર્ષ ૨૦૨૧- ૨૨ની સરખામણીએ વર્ષ ૨૦૨૨-૨૩દરમિયાન થયેલા વરસાદના નોંધાયેલા આંકડાઓની વિગત પરથી જાણવા મળી શકે એમ છે કે, જિલ્લામાં આ વર્ષે વધુ વરસાદ આવ્યો હોવાનું નોંધાયું છે.


અમરેલીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, તા.૬ જુલાઈ- ૨૦૨૨ના રોજ સવારે ૯.૫૧ વાગ્યે નોંધાયેલા વરસાદ મુજબ ગઈકાલ તા.૫ જુલાઈ – ૨૦૨૨ના રોજ સરેરાશ ૧૫૫ મીમી વરસાદ નોંધાયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં ૧ મીમી વરસાદ નોંધાયો છે. આજના દિવસે છેલ્લા ૩૦ વર્ષમાં સરેરાશ ૬૭૨ મીમી વરસાદ નોંધાયો છે.  ગઈકાલ તા.૫ જુલાઈ, ૨૦૨૨ ની સ્થિતિએ, જાફરાબાદ તાલુકામાં ૪૬ મીમી, રાજુલા તાલુકામાં ૩૭ મીમી, અમરેલી તાલુકામાં ૧૧૮ મીમી, લીલીયા તાલુકામાં ૧૦૮મીમી, લાઠી તાલુકામાં ૨૦૩મીમી, વડીયા તાલુકામાં ૧૯૭મીમી, બાબરા તાલુકામાં ૧૧૫મીમી, સાવરકુંડલા તાલુકામાં ૨૯૨ મીમી, ધારી તાલુકામાં ૧૪૯મીમી, બગસરા તાલુકામાં ૧૮૮ મીમી, ખાંભા તાલુકામાં ૨૬૨ મીમી વરસાદ નોંધાયો છે.આ વિગતોમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, તા.૬ જુલાઈ-૨૦૨૧ના રોજ સવારે ૧૧.૩૫ વાગ્યે નોંધાયેલા વરસાદના આંકડા મુજબ તા.૫ જુલાઈ-૨૦૨૧ના રોજ ૯૫ મીમી વરસાદ નોંધાયો હતો. ગત વર્ષે એ દિવસે છેલ્લા ૨૪ કલાકમાં ૦ મીમી વરસાદ નોંધાયો છે. એ દિવસે અમરેલી જિલ્લામાં છેલ્લા ૩૦ વર્ષમાં સરેરાશ ૬૫૮ મીમી વરસાદ નોંધાયો હતો.આમ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આજની તારીખ અને સ્થિતિએ વધુ વરસાદ નોંધાયો છે.


તા.૬ જુલાઈ, ૨૦૨૨ના રોજ જિલ્લાનો કુલ વરસાદ ૧૫૭ મીમી અને સરેરાશ ૨૩.૬૩ % વરસાદ થયો છે. જ્યારે તા.૬ જુલાઈ, ૨૦૨૧ના રોજ જિલ્લાનો કુલ વરસાદ ૯૫ મીમી અને સરેરાશ ૧૪.૫૦ % વરસાદ થયો છે, તેમ મામલતદાર, ડિઝાસ્ટર અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts