અમરેલી જિલ્લામાં આજે ૯ એપ્રિલના ૧૩ સ્થળોએ સેવાસેતુ કાર્યક્રમો યોજાશે
નાગરિકોને સ્થળ ઉપર અગત્યની સેવાઓ ઉપલબ્ધ થશે
નાગરિકોને સ્થળ ઉપર અગત્યની સેવાઓ ઉપલબ્ધ કરાવવાનું ચાલુ રહે તે ધ્યાને લઇ સેવાસેતુ કાર્યક્રમનો આઠમો તબક્કો યોજવાનો રાજ્ય સરકારે નિર્ણય કરેલ છે. જેના ભાગરૂપે આજે ૯ એપ્રિલના અમરેલી જિલ્લાના ૧૧ સ્થળોએ તાલુકાક્ક્ષાના અને ૨ શહેરી કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમો યોજાનાર છે. શહેરી વિસ્તારમાં અમરેલી નગરપાલિકા કચેરી ખાતે અને સાવરકુંડલા શહેરી વિસ્તારનો કાર્યક્રમ રઘવંશીપરા પ્રાથમિક શાળા ખાતે યોજાશે.
આ ઉપરાંત અમરેલી તાલુકાનો કાર્યક્રમ નવા ખીજડીયા ખાતે, લાઠી તાલુકાનો હીરાણા ખાતે, બાબરા તાલુકાનો મોટા દેવળીયા ખાતે, ધારી તાલુકાનો દેવળા ખાતે, ખાંભા તાલુકાનો નાના વિસાવદર ખાતે, સાવરકુંડલા તાલુકાનો સીમરણ ખાતે, લીલીયા તાલુકાનો સલડી ખાતે, રાજુલા તાલુકાનો કુંભારીયા ખાતે, જાફરાબાદ તાલુકાનો સરોવડા ખાતે, બગસરા તાલુકાનો હડાળા ખાતે અને વડીયા તાલુકાનો વડીયા ખાતે તાલુકાકક્ષાના સેવાસેતુ કાર્યક્રમો યોજાશે. સવારે ૯.૦૦ થી સાંજના ૫.૦૦ વાગ્યા સુધી આયોજન કરેલ હોય, જેમા વિવિધ શાખા વિભાગોને લગત અરજીઓ બપોરે ૧૨:૩૦ કલાક સુધી સ્વીકારવામા આવનાર છે. ત્યાર બાદ તે અરજીઓનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓની સેવા પુરી પાડવામાં આવનાર હોય, ઉક્ત વિગતે તમામ ગામોના લોકોને યોજનાકીય લાભ લેવા તેમજ બહોળી સંખ્યામાં હાજર રહેવા અનુરોધ છે.
Recent Comments