અમરેલી

અમરેલી જિલ્લામાં આધાર બેઝ્ડ બાયોમેટ્રીક e-KYCની ઝૂંબેશ શરુ

વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને તેમના ખાતામાં સહાય મળી રહે તે માટે પ્રતિબદ્ધતા છે.કેન્દ્ર સરકાર દ્વારા ડાયરેક્ટર બેન્ક ટ્રાન્સફર – DBT અંતર્ગત આધાર બેઝ્ડ બાયોમેટ્રીક e-KYCની કામગીરી હાલ ઝૂંબેશ સ્વરુપમાં શરુ છે. જેના અનુસંધાને રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવશ્રી દ્વારા આધાર બેઝ્ડ બાયોમેટ્રીક e-KYCની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના છે.

આ કામગીરી માટે સુચારુ આયોજન અને વ્યવસ્થાઓ હોય અને આ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તેવા હેતુથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.સરકારી યોજનાનો લાભ મેળવતા લાભાર્થીઓએ આધારકાર્ડનું e-KYC કરાવવું ફરજિયાત છે તેમાં ડાયરેક્ટર બેન્ક ટ્રાન્સફરના માધ્યમથી જે યોજનાનો લાભ મળતો હોય તેવા લાભાર્થીઓની યાદી જિલ્લા કક્ષાએ તૈયાર કરવામાં આવી છે.  આ યોજનાઓના લાભાર્થીઓ સુધી સત્વરે પહોંચી અને તેમનું ઈ-કેવાયસી સંપન્ન કરવામાં આવશે. લાભાર્થીઓ માય રાશન એપ્લિકેશન પરથી ઘરબેઠા e-KYC કરાવી શકે છે.બેઠકમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દિલિપસિંહ ગોહિલ, પ્રાંત અધિકારીશ્રી અમરેલી નાકિયા, પ્રાંત અધિકારીશ્રી લાઠી બ્રહ્મભટ્ટ,  જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રાંત અધિકારી સર્વશ્રી સાવરકુંડલા, ધારી બગસરા, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ સંબંધિત કામગીરીને લગતા અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ જોડાયા હતા.

Related Posts