અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી-વ-અમરેલી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના અધ્યક્ષ શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. અમરેલી જિલ્લા સેવા સદન ખાતે, અમરેલી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિની ચાલુ વર્ષ ૨૦૨૪-૨૦૨૫ની પ્રથમ કારોબારી સભાની બેઠક યોજાઇ હતી. અમરેલી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના સભ્ય સચિવ-વ- નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ. એસ.બી. કુનડિયાએ ગત બેઠકની કાર્યવાહી નોંધ સાથે અમરેલી જિલ્લા કામગીરીઓ વિશેની વિગતો રજૂ કરી હતી.
આ બેઠકમાં કારોબારી સભામાં લેવાના થતાં એજન્ડાઓની ચર્ચા કરવામાં આવી હતી. ઉંદર પકડવાની જાળ (ગ્લુ ટ્રેપ) ના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધના હુકમની અમલવારી કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી. કલેકટરશ્રીએ કહ્યુ કે, નગરપાલિકાઓ દ્વારા આ અંગે સવિશેષ કાળજી રાખવામાં આવે, ઉંદર પકડવાની જાળ (ગ્લુ ટ્રેપ)નું વેચાણ કે ઉત્પાદન થતું હોય તો તે અટકાવવામાં આવે. એસપીસીએ અમરેલી માટેની જમીન રંગપર રોડ પર ફાળવવામાં આવી છે તે માટે આગળની કાર્યાવાહીના પગલાઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, અમરેલી માટે પશુચિકિત્સા અધિકારી અને ડ્રાઇવર સાથે વાહન રાખવા અંગેની કાર્યવાહી કરવા બાબતે જરુરી સૂચનાઓ પણ અધ્યક્ષશ્રીએ આપી હતી.
સમિતિના સભ્યશ્રીઓ દ્વારા નવા સભ્યોની નિમણુક માટે રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ આ માટે યોગ્ય અરજીઓની ચકાસણી કરી આગળની પ્રક્રિયા હાથ ધરવા જણાવ્યુ હતુ. જીવા દયા ક્ષેત્રે ઉતકૃષ્ટ કામગીરી કરનાર સભ્યોનું સ્વાતંત્ર્ય પર્વ દરમિયાન સન્માન કરવા માટેની રજૂઆતને પણ જિલ્લા કલેક્ટરશ્રીએ સંમતિ આપી જરુરી પ્રક્રિયા કરવા સૂચના આપી હતી. આ બેઠકમાં અમરેલી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના ઉપાધ્યક્ષ-વ-જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, અમરેલી નાયબ પોલીસ અધિક્ષકશ્રી ગોહિલ, સરકારી વકીલશ્રી, સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments