અમરેલી

અમરેલી જિલ્લામાં ઓમિક્રોનની એન્ટ્રી થતાં નારણ કાછડીયા અમરેલી સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા

સમગ્ર રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા 8 દિવસથી કોરોનાના કેસ વધી રહ્યા છે. 

જેના કારણે આજે શનિવારે અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ અમરેલી સિવિલ હોસ્પિટલમાં વિઝિટ કરી હતી.

તેમણે હોસ્પિટલમાં મુખ્ય તબીબો સાથે કેટલી તૈયારી કરી છે કેવા પ્રકારની તૈયારી હજી વધારે કરવાની જરૂર પડે તો શું કરવું આ પ્રકારની ચર્ચાઓ કરી હતી. આ ઉપરાંત માત્ર અમરેલી સિવિલ હોસ્પિટલમાં 300 ઉપરાંત બેડની વ્યવસ્થા સાથે કુલ જિલ્લામાં 1300 ઉપરાંત બેડની વ્યવસ્થા અને વેન્ટીલેટર અને ઓક્સિજન પ્લાન્ટ અંગે પણ ચર્ચાઓ કરી હતી. તેમણે બેડ રૂમ ઓક્સિજન પ્લાન્ટનું પણ નિરીક્ષણ કર્યું હતું.

અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ જણાવ્યું હતું કે દેશ અને રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. એટલે તેમણે આજે સિવિલ હોસ્પિટલમાં મુલાકાત લીધી છે. જિલ્લામાં કેવા પ્રકારની તૈયારીઓ કરવી તેના માટે મુલાકાત કરી હતી. પરંતુ અહીં તમામ પ્રકારની વ્યવસ્થાઓ અગાઉથી ઉભી કરી દેવાઈ છે. ત્રીજી લહેર આવે તો તેનો સામનો કરવા જિલ્લાની પૂરતી તૈયારીઓ છે.

અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી જયેશ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 1 અઠવાડિયાથી કોરોનાના કેસ આવી રહ્યા છે. તેમજ ગઈકાલે શુક્રવારે કોવાયા ગામમાં ઓમિક્રોનનો કેસ જોવા મળ્યો છે. તેને અહીં આજે સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવાના છીએ અને આપણે કોરોના સામે પૂર્વ તૈયારીઓ કરેલી જ છે. ઓક્સિજન માટે સેન્ટર લાઈન પણ ગોઠવી દેવાઈ છે. બેડની વ્યવસ્થા છે અને ડોક્ટરોની ટીમ પણ ખડેપગે છે. ઉપરાંત દવાઓ, વેન્ટિલેટર સહિતની તમામ તૈયારીઓ પણ કરવામાં આવી છે.

Related Posts