fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કમોસમી થયેલ વરસાદના કારણે નુકસાન નું વળતર ચૂકવવા મુખ્યમંત્રીને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા દ્વારા લેખિતમાં રજૂઆત

ગત તારીખ ૧૩ મે રોજો અમરેલી જિલ્લાની અંદર ઉનાળે અષાઢ જેવો માહોલ સર્જાયો હતો, અમરેલી જિલ્લાની અંદર કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોને ભારે નુકસાની થઈ હતી તે અનુસંધાને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતમાં જણાવ્યું હતું કે અમરેલી જીલ્લો ખેતી આધારિત જીલ્લો હોવાથી ઉનાળુ પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલ છે તો ખેડૂતોને ઉનાળુ પાક કેરી,તલ,મગ ઉનાળુ બાજરો સહિત બાગાયતી ખેતીઓમાં ભારે પવન સાથે વરસાદ હોવાથી વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલ છે તો અમરેલી જિલ્લાના ખેડૂતોને વહેલી સર્વે કરી નુકશાનીની ભરપાઈ કરવા સુરેશ પાનસુરીયા દ્વારા મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts