આગામી તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ અમરેલી જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટે મતદાન યોજાશે. જેથી ગુજરાત કારખાના અધિનિયમ-૧૯૪૮, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ-૧૯૯૬ હેઠળ નોંધણી થયેલ સંસ્થા/સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમજ લોક પ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ની કલમ-૧૩૫(બી) મુજબ સંસ્થા / સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે. આ જોગવાઇ અનુસાર જાહેર રજા કરવાને કારણે સંબંધિત શ્રમયોગી/કર્મચારીઓના પગારમાંથી કપાત કરવાની રહેશે નહી.
જે શ્રમયોગીઓની ગેરહાજરીથી જોખમ ઉભું થવાના સંજોગો/શક્યતા હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગી/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણ થી ચાર કલાકથી વારા-ફરતી મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઇ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઇથી વિરુધ્ધ વર્તન કરશે તો ઉપરોક્ત કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ નાયબ નિયામકશ્રી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય જુનાગઢ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments