અમરેલી જિલ્લામાં કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા એન.ડી.આર.એફ.ની એક ટુકડી તૈનાત
ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિમાં નાગરિકોને સાવચેત અને સલામત રહેવા રાજ્ય સરકાર અને અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાએ, અમરેલી જિલ્લાના નાગરિકોને સાવચેતીના પગલાં રુપે સંદેશ આપ્યો છે.
અમરેલી જિલ્લા કલેકટરશ્રીએ કહ્યુ કે, અમરેલી જિલ્લામાં હાલ વરસાદની પરિસ્થિતિ સામાન્ય છે. સાવચેતીના ભાગરુપે તમામ વિભાગ અને તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ કર્મચારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં એન.ડી.આર.એફ.ની એક ટૂકડી આવી છે, તે કોઈપણ મુશ્કેલ સ્થિતિને પહોંચી વળવા સતત તૈનાત છે. જિલ્લામાં ફાયર, પોલીસ, પંચાયત, પી.જી.વી.સી.એલ.,આપત્તિ વ્યવસ્થાપન સહિતના તમામ વિભાગની ટીમ તૈયાર છે. કોઈ પણ બનાવની વિગતો નાગરિકોને મળે તો તેઓ તે વિગતો કંટ્રોલ રુમ સુધી પહોંચાડી શકે છે. વધુમાં જિલ્લા કલેકટરશ્રીએ, નાગરિકોને જિલ્લાના કોઈ પણ જળાશયો, નદીઓની નજીક ન જવા અને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે.
Recent Comments