fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા કેટલાંક નિયંત્રણો લાદતું જાહેરનામું પ્રસિદ્ધ

રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી કેટલાક નિયંત્રણો મુકવામાં આવેલ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૨૫/૦૨/૨૦૨૨ ના હુકમ સાથે સામેલ National Directives for Covid-19 નું સમગ્ર રાજ્યમાં ચુસ્તપણે પાલન કરવાનું ઠરાવેલ છે. જેનું અમરેલી જિલ્લામાં પાલન કરવાની આવશ્યકતાને લક્ષમાં લઇને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર. વી.વાળાએ જાહેરનામા દ્વારા કેટલાંક નિયંત્રણો લાદયાં છે. આ જાહેરનામું  અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામું તા.૦૧/૦૩/૨૦૨૨ થી તા.૩૧/૦૩/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામામાં દર્શાવ્યા મુજબ નીચે પ્રમાણે પાલન કરવું જરૂરી છે. Face Covering : Wearing of face cover is compulsory in public places; in work places; and during transport. Social Distancing : Individuals must maintain an adequate distance in public places and at work places. Spitting in public places will be punishable with fine as per existing laws, rules or regulations. Screening & hygiene : Provisions for hand wash or sanitizer will be made at work places. Ventilation : In closed places, proper ventilation should be ensured. જેવા National Directives for Covid-19 નું સમગ્ર જિલ્લામાં તમામે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ જાહેરનામાના ભંગ બદલ ‘THE EPIDEMIC DISEASES ACT 1897’ અન્વયે ‘THE GUJARAT EPIDEMIC DISEASES COVID-19 REGULATION, 2020’ ની જોગવાઇઓ, ‘THE INDIAN PENAL CODE’ ની કલમ 188 તથા ‘THE DISASTER MANAGEMENT ACT’ ની જોગવાઇઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે.

Follow Me:

Related Posts