અમરેલી જિલ્લામાં કોરોના વધુ 16 કેસ, 1 કોરોના દર્દીઓના મૃત્યુ : કુલ 3251 પોઝિટિવ કેસ નોંધાયા
અમરેલી જિલ્લામાં સતત બીજે દિવસે કોરોના દર્દીનું મોત. જિલ્લામાં કુલ મૃત્યુ આંક 38 પર પહોંચ્યો. આજે 16 પોઝિટિવ કેસ નોંધાયા સામે 14 કેસો ડિસ્ચાર્જ.
અમરેલી જિલ્લામાં સતત બીજે દિવસે પણ એક કોરોના દર્દીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અમરેલી શહેરના ચિતલ રોડ પરના 82 વર્ષીય કોરોના વૃદ્ધ દર્દીનું આજે કરુણ મોત નીપજ્યું હતું. તંત્ર દ્વારા કોરોના સંક્રમણને કાબુમાં લેવા અથાગ પ્રયાસો કરી રહ્યું છે તેમ છતાં પોઝિટિવ કેસોમાં સતત વધારો જોવા મળી રહયો છે. તંત્ર દ્વારા કરતા પ્રયાસમાં લોકો મદદ રૂપ થાય. અત્યારે માસ્ક જ એક માત્ર વેકસીન હોવાથી લોકોએ માસ્ક ફરજીયાત પહેરી અને સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન કરી પોતાનું અને પરિવારનું જીવન સુરક્ષિત રાખે. આજ તા. 6 ડિસેમ્બરના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લામાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 172 દર્દીઓ છે. આજે 14 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 38 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 3251 પર પહોંચી છે.
Recent Comments