હાલ સમગ્ર દેશ અને રાજય કોવિડ-૧૯ની મહામારીમાંથી પસાર થઇ રહયુ છે ત્યારે તેને અટકાવવા માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું ખુબ જ જરૂરી છે. વિશ્વમાં અને દેશમાં કોવિડ-૧૯ ની વેક્સીન અંતિમ તબકકામાં છે. જેના ભાગરૂપે ચાર તબક્કામાં કામગીરી શરૂ કરવામાં આવનાર છે. પહેલા તબક્કામાં આરોગ્ય કર્મચારી, બીજા તબક્કામાં ફ્રન્ટ લાઈન વર્કર્સ, ત્રીજા તબક્કામાં ૧ જાન્યુઆરી ૨૦૨૧ની સ્થીતીએ ૫૦ વર્ષ વય ધરાવતા તમામ નાગરીકો તેમજ ચોથા તબક્કામાં ૫૦ વર્ષથી ઓછી વય તેમજ ગંભીર બીમારી ધરાવતા તમામ નાગરીકોને વેક્સીન આપવામાં આવશે. આજથી આરોગ્ય ટીમ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર જનતાને સર્વેની કામગીરીના અનુસંધાને મોબાઇલ નંબર, આઇ.ડી. કાર્ડ (આધાર કાર્ડ સિવાય) સચોટ અને સાચી મળી રહે તે માટે જરૂરી સહકાર આપવા અનુરોધ કરવામાં આવે છે.
અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ રસીકરણની સર્વે કામગીરીમાં સચોટ માહિતી આપવા અનુરોધ ચાર તબક્કામાં વેક્સીન આપવાનું આયોજન

Recent Comments