અમરેલી જિલ્લામાં ખર્ચ ઓબ્ઝર્વર તરીકે રામક્રિષ્ન કેડિયા અનેગુંજનકુમાર વર્માની નિમણુક
વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના દિશાનિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરુપે અમરેલી જિલ્લાની બે વિધાનસભા બેઠકો પર ખર્ચ ઓબ્ઝર્વરની નિમણુક કરવામાં આવી છે. સાવરકુંડલા- લીલીયા, ધારી-બગસરા અને રાજુલા-જાફરાબાદ વિધાનસભા મત વિસ્તારમાં ખર્ચ ઓબ્ઝર્વર તરીકે રામક્રિષ્ન કેડિયા ફરજ બજાવશે. જિલ્લાના આ મતવિસ્તારમાં ચૂંટણી ખર્ચને લગતી કોઈ પણ ફરિયાદ કે રજૂઆત નાગરિકો તેમને કરી શકે છે. આ અંગે તેમના મોબાઈલ નં. ૭૮૬૩૮૨૮૭૨૧ અને ઈ-મેઈલ એડ્રેસ expobserver949798@gmail.com પર સંપર્ક કરી શકાશે. છે.
વધુમાં લાઠી-બાબરા, અમરેલી-કુંકાવાવ-વડીયા વિધાનસભા મત વિસ્તારમાં ખર્ચ ઓબ્ઝર્વર તરીકે શ્રી ગુંજનકુમાર વર્મા ફરજ બજાવશે. નાગરિકો તેમના મોબાઈલ નં. ૭૯૮૪૪૧૩૯૬૩ પર અને ઈ-મેઈલ એડ્રેસ expobserver9596@gmail.com પર સંપર્ક કરી તેમને ચૂંટણી ખર્ચને લગતી કોઈ પણ ફરિયાદ કે રજૂઆત કરી શકે છે.
શ્રી કેડિયાના લાયઝન અધિકારી તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી ડી રાઠવા (૯૭૧૨૩ ૯૭૭૨૭) ની નિમણુક કરવામાં આવી છે. શ્રી કેડિયા માટે અમરેલી સ્થિત સર્કિટ હાઉસના રુમ નં.૫ મેઘાણી કક્ષ (૦૨૭૯૨) ૨૨૫૦૬૩ ફાળવવામાં આવ્યો છે.
શ્રી વર્માના લાયઝન અધિકારી તરીકે સિંચાઇના કાર્યપાલક ઇજનેરશ્રી એ બી રાઠોડ (૯૫૧૨૮ ૩૮૯૮૧) ની નિમણુક કરવામાં આવી છે. શ્રી વર્મા માટે અમરેલી સ્થિત સર્કિટ હાઉસના રુમ નં.૬ યોગી કક્ષ (૦૨૭૯૨) ૨૨૫૦૬૨ ફાળવવામાં આવ્યો છે.
Recent Comments