અમરેલી જિલ્લાના હાલમાં ખેતીવાડી કનેક્શન આ ખેડૂતોને વીજ પુરવઠો આઠ કલાક આપવાનો હોય તેમનીની જગ્યાએ પાંચ કલાક જ વીજળી આપવામાં આવે છે જેથી ખેડૂતો ઉનાળા પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે સરકારને ચાલુ વર્ષે ચૂંટણી આવવાની હોય તેના કારણે મોટા મોટા સરકારી પ્રોગ્રામ કરી રહેશે જ્યારે ખેડૂત ની કોઈ સાંભળતું ન હોય જેથી અમરેલી જિલ્લાના ત્રણ ધારાસભ્યો દ્વારા વિધાનસભા ના દાદરા પર ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમર, પ્રતાપ દુધાત અને અમરીશભાઈ ડેર અને ત્રણેય ધારાસભ્યએ જણાવ્યું હતું કે અમારા અમરેલી જિલ્લામાં ખેડૂતોને આઠ કલાક પાવર આપવાનો હોય તેમની જગ્યાએ હાલમાં પાંચ કલાક પાવર આપવામાં આવે છે અને તંત્ર દ્વારા એવું કહેવામાં આવે છે કે પાવર ફોલ્ટમાં છે તેવા ખોટા બાના બતાવવામાં આવી રહ્યા છે અમે હાલ ઉનાળુ પાક ખેડૂતોએ વાવેલા હોય જેથી ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાય છે
ખેડૂતો ખુબજ હાલમાં દુઃખી થઈ રહ્યા છે તેમની સામે સરકાર કે તંત્ર કોઈ જોઈ રહ્યું નથી સરકારની આંખ ખોલવા માટે અમો ત્રણેય ધારાસભ્ય ઉપવાસ પર બેઠેલા છીએ હાલમાં વિધાનસભામાં પણ અમને એવો જવાબ આપવામાં આવેલ હતો કે દિવસે ખેડૂતોને વીજ પુરવઠો આપવો કોઈ સંજોગોમાં શક્ય નથી કેમ કે હાલ કોલસાની ઘટ અને અન્ય કારણોસર વીજ પુરવઠો આપી શકીએ તેમ નથી. દિવસે જ્યારે ઉદ્યોગપતિઓને દિવસે વીજળી આપવામાં આવે છે ત્યારે કોઈ કોલસાની ઘટ દેખાતો નથી અને તેમના બાકી દિલ પણ સરકાર માફ કરી આપે છે જ્યારે ખેડૂતો ટાઈમ સર પોતાના બિલ પણ ભરી આપે છે તો પણ ખેડૂતોને વીજ પુરવઠો દિવસે નહિ અને ખેડૂતોને ૮ કલાક ના ગામ વાઇઝ ખેતીવાડી પાવર આપવામાં આવે છે તે ૮ કલાક પણ વીજ પુરવઠો ખેડૂતોને આપવામાં આવતો નથી જેથી ધારાસભ્ય ઉપવાસમાં બેઠા હતા અને ઉર્જમંત્રી કનુભાઈ જણાવેલ હતું કે ધારાસભ્યની રજુઆત ૮ કલાક પાવર મળતો નથી તે રેગ્યુલર ૮ કલાક વીજ પુરવઠો કરવામાં આવશે અને સીમરણના ખેડૂતો જે જેટકોની ઓફિસે તાળા બંધી કરી છે તે ખેડૂતોને પોલીસ લાવેલ છે તેમને છોડવાના આદેશ આપ્યા હતા જેથી ખેડૂતોને સાવરકુંડલા પોલીસે છોડી મુક્યા હતા.Attachments area
Recent Comments