અમરેલી

અમરેલી જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓમાં યુવા રમતવીરોનો અનેરો ઉત્સાહ


રમત ગમત ખાતા દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં તાલુકાકક્ષાએ ૭ રમતોમાંથી ૫ રમતોનું દરેક તાલુકા કક્ષાએ સુચારુ આયોજન સંપન્ન થયું હતું. તેમજ જિલ્લા કક્ષાની ૧૫ રમતો પૈકી ૯ રમતોમાં યુવા રમતવીરોએ ખુબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જિલ્લાકક્ષાએ વિજેતા થનાર યુવાઓ આગામી સમયમાં અમરેલી રાજ્યકક્ષાએ મે ૨૦૨૨માં પ્રતિનિધિત્વ કરશે.

જિલ્લાકક્ષાની બેડમિન્ટ સ્પર્ધામાં ઉદ્દઘાટન પ્રસંગે અગ્રણી ડો. ભરત કાનાબાર અને શ્રી પી. પી.સોજીત્રા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જુડો સ્પર્ધાના ઉદ્દઘાટન પ્રસંગે યુવા અગ્રણી શ્રી મુકેશભાઈ સંઘાણી ઉપસ્થિત રહ્યાં હતાં. જિલ્લા રમત ગમત અધિકારી શ્રી અશરફ આર. કુરેશીએ તમામનો આભાર વ્યકત કર્યો હતો.

Related Posts