અમરેલી જિલ્લામાં ચુનાવ પાઠશાળા થકી નાગરિકોને મળે છે મતદાનના મહત્વની સમજ
સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત અમરેલી જિલ્લામાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવામાં આવી રહી છે.
ખર્ચ નોડલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે ખાનગી તબીબો સાથે ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજાયો હતો. નાગરિકોમાં મતદાન માટે જાગૃત્તિ આવે તે માટે ખાનગી તબીબશ્રીઓ સહભાગી થશે. તબીબીઓએ મતદાન માટે નાગરિકોને મતદાનના મહત્વ વિશે સમજાવી તેને મતદાન કરવા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે.
અમરેલી તાલુકાના વાંકિયા ગામે ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજાયો હતો. ચૂંટણી ફરજ પરના અધિકારી-કર્મચારીશ્રીઓ દ્વારા ગ્રામજનોને મતદાનના મહત્વ વિશે સમજાવી મતદાન કરવા માર્ગદર્શન આપ્યું હતું. મતદાતા જાગૃત્તિ કાર્યક્રમમાં નાગરિકોએ મતદાનના શપથ લીધા હતા.
અમરેલીના ઔદ્યોગિક વિસ્તારોમાં કાર્યરત એકમોમાં કાર્યરત શ્રમિકોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. વિવિધ ઔદ્યોગિક એકમોના માલિકોને શ્રમિક-મતદારોને મતદાનના દિવસે સવેતન રજા આપવા અંગે સમજૂતી આપવામાં આવી હતી. શ્રમિકોએ મતદાન શપથ લીધા હતા.
ધારી તાલુકાના લાખાપાદર ગામે ધારી તાલુકા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં “ચુનાવ પાઠશાલા” કાર્યક્રમ યોજાયો. ધારી તાલુકાના વીરપુર ગામે ધારી તાલુકા મામલતદારશ્રીના અધ્યક્ષ સ્થાને “ચુનાવ પાઠશાલા” કાર્યક્રમ યોજાયો હતો. ચૂંટણી ફરજ પરના અધિકારી-કર્મચારીશ્રીઓએ નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવી વધુમાં વધુ મતદાન કરવા અનુરોધ કર્યો હતો. મહિલાઓને મતનું મૂલ્ય સમજાવી મતદાન કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોએ મતદાન શપથ લીધા હતા.
ખાંભા તાલુકાના નાના વિસાવદર મુકામે ખાંભા તાલુકા મામલતદારશ્રીના અધ્યક્ષસ્થાને “ચુનાવ પાઠશાલા” કાર્યક્રમ યોજાયો હતો. મતદારોને મતદાનનું મહત્વ સમજાવી, મતદાન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નાગરિકોએ મતદાનના શપથ લીધા હતા.
સાવરકુંડલા શહેર વિસ્તારમાં ખેલ સ્પર્ધાના માધ્યમથી મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાવરકુંડલા નગરપાલિકા અને તાલુકા કક્ષાના ચૂંટણી ફરજ પરના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ દ્વારા નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવવા અને મતદાન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
બાબરામાં મતદાન જાગૃતિ માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાઇક રેલીમાં લાઠી-બાબરા પ્રાંત અધિકારીશ્રી, બાબરા તાલુકા કક્ષાએ ફરજ બજાવતા અધિકારી-કર્મચારીશ્રીઓ આ બાઇક રેલીમાં જોડાયા હતા. નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવી મતદાન કરવાનો સંદેશ પ્રસરાવ્યો હતો.
Recent Comments