અમરેલી જિલ્લામાં ચોમાસુ ઋતુનો ૭૩.૭૩ ટકા વરસાદ

અમરેલી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા, જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના માર્ગદર્શનમાં અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સહિતની ટીમ સજ્જ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં વરસાદની સમીક્ષાના અહેવાલ મુજબ જિલ્લામાં ૭૩.૭૩ ટકા વરસાદ નોંધાયો છે.
• અમરેલીના વડિયા-કુંકાવાવ અને બગસરા તાલુકામાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા-જાફરબાદમાં ૫૦ ટકાથી ઓછો વરસાદ નોંધાયો છે.
• જિલ્લાના ૦૭ તાલુકા અમરેલી, લાઠી, લીલીયા, ધારી, ખાંભા, રાજુલા, બાબરામાં ૫૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
• જિલ્લાના જળાશયોમાં ખોડીયાર સિંચાઈ યોજના ૧૦૦ ટકા ભરાઈ જતા તા.૨૬ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ ૪.૧૪ કલાકની સ્થિતિએ ૦૧ દરવાજો ૦.૧૫૨ મીટર ખોલવામાં આવ્યો છે.
• જિલ્લાના ૦૨ ડેમ ૮૦ ટકાથી વધુ ભરાયેલા છે, જેમાં ધાતરવડી-૦૧ ૮૪.૬૦ ટકા અને વડીયા સુરવો ડેમ ૮૫.૧૮ ટકા ભરાયો છે.
• જિલ્લાના ૦૨ ડેમ ૫૦ ટકા ભરાયેલા છે. જેમાં રાયડી ૫૨.૬૭ ટકા તેમજ મુંજીયાસર જેના દરવાજા નથી તે ૫૬.૪૩ ટકા ભરાયો છે.
• જિલ્લાના અન્ય ડેમ ૫૦ ટકાથી નીચેની સપાટીએ ભરાયેલા છે.
અમરેલી જિલ્લામાં ગઈકાલે માત્ર બાબરા તાલુકામાં ૫૭ મી.મી. વરસાદ નોંધાયો હતો. ગઈકાલ સુધી બાબરા સિવાય કોઈ તાલુકામાં ૪૦ મીમી કરતા વધારે વરસાદ નોંધાયો નથી.નાગરિકોને અગમચેતી રાખવા અને કોઈપણ સ્થિતિમાં જિલ્લા તેમજ તાલુકા મથકના કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Recent Comments