અમરેલી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ કુલ ૩૦ મી.મી વરસાદ નોંધાયો
અમરેલી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ કુલ ૩૦ મી.મી વરસાદ નોંધાયો છે. ચાલુ સિઝનનો તા.૧૨ જુલાઈ સુધીનો કુસ સરેરાશ વરસાદ ૨૬૨ મી.મી.નોંધાયો છે. અમરેલી જિલ્લાના કુલ ૧૧ તાલુકામાં ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ વરસાદ વધુ સારો નોંધાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં બાબરા તાલુકામાં ૩૬ મી.મી., બગસરા તાલુકામાં ૩૨ મી.મી., ધારી તાલુકામાં ૨૭ મી.મી., જાફરાબાદ તાલુકામાં૨૧ મી.મી., ખાંભા તાલુકામાં ૫૨ મી.મી., લાઠી તાલુકામાં ૨૨ મી.મી., લીલીયા તાલુકામાં ૩૪ મી.મી., રાજુલા તાલુકામાં ૪૧ મી.મી., સાવરકુંડલા તાલુકામાં ૧૫ મી.મી.વડીયા તાલુકામાં ૨૮ મી.મી. વરસાદ નોંધાયો હતો.
અમરેલી જિલ્લામાં ચાલુ સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ ૨૬૨ મી.મી.વરસાદ નોંધાયો છે. જે કુલ વરસાદના ૩૮.૯૫ ટકા વરસાદ છે. અમરેલી જિલ્લામાં વર્ષ ૧૯૯૨ થી ૨૦૨૧ સુધી કુલ સરેરાશ વરસાદના આંકડા પર નજર કરીએ તો સરેરાશ ૬૭૩ મી.મી.વરસાદ નોંધાયો હતો.
ગત ચોમાસાની સરખામણીએ અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ વરસાદ સારો નોંધાયો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં વડીયા તાલુકામાં સૌથી વધુ ૫૫.૭૧ મી.મી. વરસાદ નોંધાયો છે, ત્યારબાદ ક્રમશ: ખાંભા, સાવરકુંડલા, બાબરા અને બગસરા તાલુકામાં પણ સારો વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં અમરેલીના જાફરાબાદ તાલુકામાં સૌથી ઓછો ૧૯.૩૯ ટકા વરસાદ નોંધાયો છે.
Recent Comments