વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના દિશાનિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરુપે અમરેલી જિલ્લામાં તમામ વિધાનસભા બેઠકો પર જનરલ ઓબ્ઝર્વર, ખર્ચ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વરની નિમણુક કરવામાં આવી છે. જિલ્લાની તમામ વિધાનસભા મતવિસ્તારમાં પર શ્રી અભિનવ ચંદ્રા, શ્રી સૂરજ કુમાર અને શ્રી બાલચંદ્ર એસ.એનની જનરલ ઓબ્ઝર્વર તરીકે, ખર્ચ ઓબ્ઝર્વર તરીકે શ્રી રામક્રિષ્ન કેડિયા અને શ્રી ગુંજનકુમાર વર્મા અમરેલી જિલ્લામાં ફરજ બજાવશે. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં પોલીસ ઓબ્ઝર્વર તરીકે શ્રી જી.શિવકુમારની નિમણુક કરવામાં આવી છે.
૯૪-ધારી મતવિસ્તારમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રી સૂરજ કુમાર ફરજ બજાવશે જેમનો સંપર્ક નંબર ૮૩૨૦૩૧૫૬૩૯, 94dhariamreli@gmail.com ઉપરાંત સરકીટ હાઉસ, અમરેલી સ્થિત ગાગડીયો રુમ નંબર-૮ ખાતે (૦૨૭૯૨-૨૨૫૦૬૬) છે અને તેમના લાયઝન અધિકારી તરીકે શ્રી કે.વી.મીયાણી (૯૯૦૯૯૭૧૬૫૨), જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની નિમણુક કરવામાં આવી છે. ૯૫-અમરેલી અને ૯૬-લાઠી મતવિસ્તારમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રી અભિનવ ચંદ્રા ફરજ બજાવશે જેમનો સંપર્ક નંબર ૯૧૦૬૯૩૯૪૩૧, 9596lathiamreli@gmail.com છે. આ ઉપરાંત સરકીટ હાઉસ, અમરેલી ખાતેના કલાપી રૂમ નં.૨ (૦૨૭૯૨-૨૨૫૦૬૫) છે.
તેમના લાયઝન અધિકારી તરીકે શ્રી એસ.પી.ચૌહાણ (૯૧૬૭૪૦૯૭૧૮), જીઓલોજિસ્ટ-અમરેલીની નિમણુક કરવામાં આવી છે. ૯૭-સાવરકુંડલા અને ૯૮-રાજુલા મતવિસ્તારમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રી બાલચંદ્રન ફરજ બજાવશે. તેમનો સંપર્ક નંબર ૮૭૮૦૪૪૩૭૧૮, 9798skdrjl@gmail.com છે. તે સરકીટ હાઉસ, અમરેલી ખાતેના નાવલી, રૂમ નં.૧ (૦૨૭૯૨-૨૨૫૦૬૭) છે અને તેમના લાયઝન અધિકારી શ્રી જે.કે.કાનાણી (૯૯૧૩૨૧૫૭૪૭), જિલ્લા ખેતી અધિકારી, અમરેલીની નિમણુક કરવામાં આવી છે.
જિલ્લાના તમામ મતવિસ્તારમાં પોલીસ ઓબ્ઝર્વર તરીકે શ્રી જી.શિવકુમાર ફરજ બજાવશે. તેમનો સંપર્ક નંબર ૯૨૬૫૮૯૨૫૭૯, policeobserveramreli@gamil.com છે. આ ઉપરાંત સરકીટ હાઉસ, અમરેલી ખાતેના રુમ ભોજલરામ, રૂમ નં.૩ (૦૨૭૯૨-૨૨૫૦૬૪) છે અને તેમના લાયઝન અધિકારીશ્રી રાજેશ રતન (૯૮૨૫૧ ૩૮૪૬૪), પી.એસ.આઈ, અમરેલીની નિમણુક કરવામાં આવી છે. ૯૪-ધારી, ૯૭-સાવરકુંડલા, ૯૮-રાજુલા ખર્ચ ઓબ્ઝર્વર તરીકે શ્રી રામ ક્રિષ્ના કેડિયા ફરજ બજાવશે. તેમનો સંપર્ક નંબર ૭૯૮૪૪૧૩૯૬૩, expobserver949798@gmail.com છે. આ ઉપરાંત સરકીટ હાઉસ, અમરેલી ખાતેના મેઘાણી કક્ષ રુમ નં.૫ (૦૨૭૯૨-૨૨૫૦૬૩) છે
તેમના લાયઝન અધિકારીશ્રી એલ.એમ.સિંધલ (૯૯૭૮૪ ૦૬૮૪૩), એક્ઝિક્યુટિવ ઈજનેર, GWSSB, અમરેલીની નિમણુક કરવામાં આવી છે. ૯૫-અમરેલી, ૯૬-લાઠી ખર્ચ ઓબ્ઝર્વર તરીકે શ્રી ગુંજનકુમાર વર્મા ફરજ બજાવશે. તેમનો સંપર્ક નં. ૭૮૬૩૮૨૮૭૨, expobserver9596@gmail.com છે. આ ઉપરાંત સરકીટ હાઉસ, અમરેલી ખાતેના રુમ યોગી, રુમ નં.૬ (૦૨૭૯૨-૨૨૫૦૬૨) છે. તેમના લાયઝન અધિકારીશ્રી એ.બી.રાઠોડ (૯૫૧૨૮ ૩૮૯૮૧), એક્ઝિક્યુટિવ ઈજનેર ઈરિગેશન, અમરેલીની નિમણુક કરવામાં આવી છે. આ મતવિસ્તારોમાં ચૂંટણી ખર્ચને લગતી કોઈ પણ ફરિયાદ કે રજૂઆત નાગરિકો તેમને કરી શકે છે.
Recent Comments