અમરેલી જિલ્લામાં ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
અમરેલી કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરાંગ મકવાણાએ સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને સુરક્ષાને લક્ષમાં રાખીને ડ્રોનના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ, પીપાવાવ શિપયાર્ડ, અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની, અલ્ટ્રાટેક પાવર પ્લાન્ટ, અગત્યના પાવર હાઉસ, મોટા ડેમો અને જેટીઓ જેવા વિસ્તારોની આસપાસ તમામ પ્રકારના ડ્રોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામું ૩૦/૧૦/૨૦૨૧ થી ૨૮/૧૨/૨૦૨૧ સુધી અમલી રહેશે અને આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે. નોંધનીય છે કે સિવિલ એવિયેશનના નિયમો અનુસાર કોઈપણ પ્રકારના ડ્રૉનનો સિવીલ પ્રાઇવેટ અને ડીફેન્સના એરપોર્ટથી ૩ કિ.મી.ના વિસ્તારમાં તેમજ આંતરરાષ્ટ્રીય સરહદથી ૨૫ કિ.મી. સુધીના વિસ્તારમાં ડ્રોનનો ઉપયોગ કરી શકાતો નથી. દરીયાકિનારાથી દરીયા અંદર ૫૦૦ મીટર પછી ડ્રોનનો ઉપયોગ કરી શકાતો નથી. પર્યાવરણ સંબંધી સંવેદનશીલ વિસ્તારના નજીક આવેલ નેશનલ પાર્ક અને વન્યજીવન અભયારણો વાળા વિસ્તારમાં ડ્રોનનો ઉપયોગ કરી શકાતો નથી.
Recent Comments