“વિશ્વાસથી વિકાસ યાત્રા” કાર્યક્રમના આયોજન અર્થે કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી.આગામી તા.૧૨ અને તા.૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ દરમિયાન જિલ્લામાં જિલ્લા અને શહેર કક્ષાએ “વિશ્વાસથી વિકાસ યાત્રા” કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના પંચાયત, શહેરી વિકાસ, સામજિક ન્યાય અને અધિકારિતા, બસ સ્ટેશન સહિતના વિવિધ વિકાસ કાર્યોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમનું અમલીકરણ પ્રાંત કક્ષાએ કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આગોતરા આયોજન અર્થે સ્ટેજ સુશોભન, બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી, પ્રાથમિક સારવાર માટે આરોગ્ય ટીમ, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવી, ઈ- તકતી બનાવવા સહિતની કામગીરી માટે ઘટતું કરવા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાએ સૂચના આપી હતી.અમરેલી કલેકટર કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરુવ, અધિક જિલ્લા કલેકટરશ્રી રવિન્દ્રસિંહ વાળા, સંબંધિત કચેરીઓના અધિકારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી જિલ્લામાં તા.૧૨ અને તા.૧૩ સપ્ટેમ્બરે યોજાશે “વિશ્વાસથી વિકાસ યાત્રા”


















Recent Comments