અમરેલી જિલ્લામાં નાણાં ધિરધાર કરનારાઓએ રજિસ્ટ્રેશન અને રીન્યુઅલની અરજીઓ ઓનલાઇન કરવી
અમરેલી જિલ્લામાં નાણાં ધિરધાર માટેના અધિનિયમ-૨૦૧૧ અને નિયમો-૨૦૧૩ હેઠળ નોંધાયેલા શાહુકારો તેમજ સંબંધિત કામગીરી સાથે સંકળાયેલા હોય તેવા તમામ માટે કામગીરી ઓનલાઇન કરવામાં આવી છે. રાજ્ય સરકારના ડિજિટલ ઇન્ડીયા અને પેપરલેસ વહીવટના ભાગરુપે મુખ્યમંત્રીશ્રી દ્વારા તા.૯/૦૨/૨૦૨૨ના રોજ રાજ્યમાં ગુજરાત નાણાંની ધિરધાર કરનાર બાબત અધિનિયમ-૨૦૧૧ તથા નિયમો-૨૦૧૩ને જોગવાઇઓની અમલવરી કરવામાં આવી છે. આ કામગીરી માટે “E-COOPERATIVE PORTAL” લોન્ચ કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં નાણાં ધિરધાર કરનારાઓના નવા રજિસ્ટ્રેશન તેમજ રીન્યુઅલની તમામ કામગીરી ઓનલાઇન હોય સંબંધિતોએ હવેથી ઓનલાઇન રજિસ્ટ્રેશન માટેની તમામ અરજીઓ WWW.ECOOPERATIVE.GUJARAT.GOV.IN વેબસાઇટ પર કરવાની રહેશે.
આ માટે વધુ માહિતી – માર્ગદર્શન માટે શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, જિલ્લા બહુમાળી ભવન,સી-બ્લોક, ત્રીજો માળ અમરેલી, અથવા તો હેલ્પ ડેસ્ક નં. (૦૨૭૯૨)૨૨૨૨૦૭ પર સંપર્ક કરવો અથવા કચેરીના સહકારીનો સંપર્ક કરવો તેમ શાહુકારોના નિબંધક અને સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રારની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments