fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં નાની સિંચાઈ યોજના નીચે આવતા ની હાલત રીનીવેશન વાકે ખરાબ

અમરેલી જિલ્લામાં નાની સિંચાઈ યોજના નીચે આવતા ની હાલત રીનીવેશન વાકે ખરાબ.   ડેમો ડેમેજ થવાના લીધે ખેડૂતોને ખેતીની જમીનમાં પાણીના તળો નીચે જતાં ખેડૂતોને પડી રહી છે મુશ્કેલી       

અમરેલી જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે. નાના-મોટા ચેકડેમો ને લીધે ખેડૂતોને કુવા બોર માં પાણીના સ્તરો ઉંચા આવતા હોય છે તેના કારણે ખેડૂતોને સારા પાણી મળી રહે છે..પરંતુ અમરેલી જિલ્લાના અનેક ડેમો રિનોવેશન કરવાના વાકે છે. સાવરકુંડલા તાલુકાના બાઢડા અને જાબાળ પાસે આવેલ સુરજવડી નદી ઉપર આવેલ નાની સિંચાઇ યોજનાનો સુરાજવડી ડેમ છેલ્લા પાંચ વર્ષથી તૂટી ગયેલો છે તેના કારણે ડેમ નું પાણી સદંતર વહેતું રહે છે ગામના સ્થાનિકો એ અનેકવાર રજૂઆતો કરવા છતાં આજ દિવસ સુધી આ ડેમ ને રીપેરીંગ કરવામાં આવ્યો નથી માત્ર સર્વે કરી ને અધિકારી જતા રહે છે ડેમ ડેમેજ થવાને કારણે તે વિસ્તાર ના ખેડૂતોના કુવા બોરના પાણી ના સ્તર નીચા ગ્યા છે…હાલ ખેડૂતોને ઉનાળુ પાક લેવામાં પણ મુશ્કેલી પડી તેવું વર્તાઈ રહ્યું છે વહેલી તકે આ ડેમ ને રીપેરીંગ કરવામાં આવે તો જાબાલ અને બાઢડા ગામ ના ખેડૂતો ને મોટો ફાયદો થશે

Follow Me:

Related Posts