fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં નેચરલ ફાર્મિંગ વિષય પર તાલીમ યોજાઈ

અમરેલી જિલ્લામાં નેચરલ ફાર્મિંગ વિષય પર એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રકેરીયા રોડ ખાતે ૨૯ જૂનના રોજ યોજાયેલી તાલીમમાં ગુજરાત રાજ્ય SPNFના સંયોજકશ્રી મહાત્મા પ્રફુલભાઈ સેંજલીયાકુંકાવાવ તાલુકા SPNFના સંયોજકશ્રી ભીખાભાઈ પટોળીયાભરતભાઈ નારોલાપ્રવિણભાઈ આસોદરીયા દ્વારા ખેતીવાડીબાગાયતપશુપાલનબીજ નિગમસંશોધન કેન્દ્ર અને કૃષિ-વિજ્ઞાન કેન્દ્રનાં અધિકારીશ્રીઓને તાલીમ આપવામાં આવી હતી.

          આ તાલીમમાં શ્રી પ્રફુલભાઈ સેંજલીયા દ્વારા ગાય આધારીત ખેતી વિશેભીખાભાઈ પટોળીયા દ્વારા જીવામૃતધનજીવામૃતબીજામૃત ખેતીની માહિતી આપવામાં આવી હતી. ભરત ભાઈ નારોલ દ્વારા પ્રાકૃતિક ખેતીમાં વિવિધ અસ્ત્રો તેમજ દશાપર્ણી અર્ક વિશે અને પ્રવિણભાઈ આસોદરીયા દ્વારા SPNF પદ્ધતિથી તૈયાર થયેલ કૃષિ પ્રોડક્ટના માર્કેટિંગની વ્યવસ્થા વિશે માહિતી આપવામાં આવી હતી. આ તાલીમનો હેતુ અધિકારીશ્રીઓકર્મચારીઓને પ્રાકૃતિક ખેતી અંગેના જ્ઞાનમાં વધારો થાય અને હકીકતે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માંગે છે તેમની સાથે જ્ઞાનના આદાન-પ્રદાનનો હતો.

           તાલીમના અંતે આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કેગામ દીઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેવા પ્રયત્નો તમામ સ્ટાફ દ્વારા કરી એક મિશનના રૂપમાં કામગીરી કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતી અંગેના અભિયાનમાં જોડાવા માગતા ખેડૂતો આત્મા કચેરી અમરેલીનો સંપર્ક કરી શકે છે

Follow Me:

Related Posts