fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના ૧૦૦ મોડલ ફાર્મ

અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના ૧૦૦ મોડલ ફાર્મ બની ચૂક્યા છે, પ્રાકૃતિક કૃષિના પ્રેરણાધામ. પ્રાકૃતિક ખેતીના આધાર સ્તંભોને અનુસરીને બનેલા આ મોડલ ફાર્મ એક રીતે કૃષિકારો માટે પ્રાકૃતિક કૃષિના પ્રેરણાધામ બન્યા છે. અહીં પ્રાકૃતિક ખેતીના આદર્શોને કેન્દ્રમાં રાખી ખેતી કરવામાં આવી રહી છે. આમ, મોટી સંખ્યામાં ખેડૂતો આ મોડલ ફાર્મની મુલાકાત કરી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિશે સમજ મેળવી પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રેરિત થઈ રહ્યા છે.

     આ સંદર્ભે અમરેલી જિલ્લાા આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ડી.એમ. નિનામા કહે છે કે, જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે સતત જુદાં-જુદાં સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પ્રત્યક્ષ લાભોની જાણકારી મળી રહે અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેરણા મળે તે માટે જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના આ મોડલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવે છે. આ દરમિયાન પ્રાકૃતિક કૃષિ વિશેના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિને લગતા પ્રશ્નો કે પદ્ધતિ અપનાવાવ પૂર્વે મૂંઝવતા પ્રશ્નોનું પણ સમાધાન મળે છે. અમરેલી જિલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિની મુહિમ ખૂબ તેજીથી આગળ વધી રહી છે અને હજારો ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિના મીઠાં ફળ ચાખ્યાં છે.

          મોડલ ફાર્મનો દરજ્જો પ્રાકૃતિક કૃષિના આધાર સ્તંભ છે તેવા જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદાન, બીજામૃત, મિશ્ર પાક પદ્ધતિ વગેરે માપદંડો પર ખરાં ઉતરે છે, ઉપરાંત પ્રાકૃતિક કૃષિ ગાય આધારિત ખેતી હોવાથી ખેડૂતો ગાયોનું પાલન પોષણ કરી શકે છે. એટલે કે, જે ખેડૂતો ગાય રાખતા હોય અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના તમામ આયામોનો ઉપયોગ કરીને ખેતી કરતા હોય તેમના ફાર્મને મોડેલ ફાર્મ જાહેર કરવામાં આવે છે.

અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે જરુરી માર્ગદર્શન આપવાની સાથે ફિલ્ડ મુલાકાત પણ કરે છે. આમ, જિલ્લા પ્રાકૃતિક ખેતી માટે સાનુકૂળ પરિબળો સર્જાયા છે, તેમ શ્રી નિનામા ઉમેર્યુ હતુ.

        ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મ વિકસાવવા માટે ખેડૂતોને રુ.૧૩,૫૦૦ની સહાય પણ આપવામાં આવી રહી છે, આ સહાય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ઘન જીવામૃત બનાવવા માટે પાકું સ્ટ્રક્ચર બેરલ ડોલ વગેરે ખરીદવા માટે આપવામાં આવે છે. અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના ૧૦૦ મોડલ ફાર્મ તૈયાર થઈ ચૂક્યા છે. એટલે ૧૦૦ ખેડૂતોને રુ.૧૩.૫૦ લાખની સહાય ચૂકવવામાં આવી છે. જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ બનાવવા રુ.૧૩.૫૦ લાખ જેટલી સહાય ચૂકવવામાં આવી છે તે ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને આત્મા પ્રોજેક્ટની ટીમ દ્વારા સતત જરુરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે, તેમ શ્રી ડી.એમ. નિનામાએ જણાવ્યુ હતુ.

     જિલ્લામાં પ્રાકૃતિક કૃષિની મુહિમને આગળ વધારવા માટે આત્મા પ્રોજેક્ટ ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી દિલીપ ચાવડા અને ટીમ આત્મા દ્વારા સતત ખેડૂતો વચ્ચે જઈ જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts